ભાવેશ વાણવીની હત્યા બાદ હોસ્પિટલમાં ટોળા ઉમટ્યા

લાશ સ્વીકારી લેવા પોલીસ દ્વારા સતત સમજાવટ, 6 નહીં 15 આરોપી હોવાનો પરિવારનો આરોપ દલિત સમાજના આગેવાનો પણ દોડી આવ્યા, પરિવારજનોનું હૈયાફાટ રૂદન ત્યારબાદ આ…

લાશ સ્વીકારી લેવા પોલીસ દ્વારા સતત સમજાવટ, 6 નહીં 15 આરોપી હોવાનો પરિવારનો આરોપ

દલિત સમાજના આગેવાનો પણ દોડી આવ્યા, પરિવારજનોનું હૈયાફાટ રૂદન

ત્યારબાદ આ શખ્સોએ ભાવેશને કારમાં ઉઠાવી જઈ નવા 150 ફૂટ રિંગ રોડ ગ્રીન સિટી પાસે છોડી મૂક્યો હતો.દરમિયાન આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તેને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આ હુમલામાં ભત્રીજા પ્રિન્સને પણ દાખલ કરવામાં આવ્યો હતો. જાણ થતાં ક્રાઈમ બ્રાંચ તથા યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ પટેલ સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઇજાગ્રસ્ત ભાવેશે અગાઉ શાંતિનગરના ગેઇટ પાસે રસનો ચીચોડો ચલાવતા હમીર મેરાભાઈ જોગરાણા સામે રસના ચીચોડા બાબતે કોર્પોરેશનમાં અરજી કરી હતી. આ બાબતે માથાકૂટ ચાલતી હતી.

જે મામલે હમીર જોગરાણા, રવિ જોગરાણા, સાગર જોગરાણા અને ગોપાલ મેરા જોગરાણા, લાલો ઘુઘા સભાડ સહિતના શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો.ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનું સારવારમાં મોત નીપજ્યું હતું.તેમજ આ બનાવ હત્યામાં પલટાયો હતો.યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ રુમે ખસેડવામાં આવતા ત્યાં સંબંધીઓ અને તેમના સમાજના આગેવાનો ત્યાં દોડી ગયા હતા અને આરોપી પકડાયા બાદ જ તેમનો મૃતદેહ સ્વીકારવામાં આવશે તેવું પરિવારજનોએ જણાવ્યું હતું.મૃતક સમય મિરરમાં પત્રકાર હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા જાણવા મળ્યું છે. મૃતક ભાવેશ બે બહેનનો એકનો એક ભાઈ હતો.તેમના બે બહેન શિલ્પાબેન અને તારીકાબેન નામ છે.તેમજ તેમના પત્નીનું નામ દિવ્યાબેન છે તેમજ સંતાનમાં બે પુત્ર લક્ષ(ઉ.7) અને અંશ(ઉ.4) છે.પોતે જમીન મકાનના વ્યવસાય સાથે જોડાયેલો હોવાનું હાલ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

રાજકોટમાં કહેવાતા પત્રકાર ભાવેશ વણવી નામના યુવાનની કરપીણ હત્યાના સમાચાર વહેતા થતા જ સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. ઘટના બાદ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના સંબંધીઓ અને દલિત સમાજના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ન્યાયની માંગ કરી હતી.પરિવારજનોએ પોલીસ તપાસ સામે સવાલ ઉઠાવતા આક્ષેપ કર્યો છે કે, આ ગુનામાં માત્ર 6 આરોપીઓ નહીં પરંતુ 15 જેટલા શખ્સો સામેલ છે. જ્યાં સુધી તમામ આરોપીઓની ધરપકડ કરવામાં ન આવે અને ન્યાયિક ખાતરી ન મળે ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પરિવારને સમજાવવા માટેના સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે ગુનેગારોને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે, પરંતુ હાલમાં પરિવાર તેમની માંગ પર અડગ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *