રાજકોટ-મોરબી રેલવે સ્ટેશને ધસારો, શ્રમિકોની હિજરત

મોટાભાગના ઉદ્યોગો બંધ થતા શ્રમિકો ગુજરાન ચલાવવા વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે યુપી, એમપી અને રાજસ્થાન તરફ જતી બસોમાં મુસાફરોની સંખ્યામાં વધારો ઇરાન-ઇઝરાયેલ અને…

મોટાભાગના ઉદ્યોગો બંધ થતા શ્રમિકો ગુજરાન ચલાવવા વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે

યુપી, એમપી અને રાજસ્થાન તરફ જતી બસોમાં મુસાફરોની સંખ્યામાં વધારો

ઇરાન-ઇઝરાયેલ અને અમેરિકી યુદ્ધની અસરને પગલે ભારતભરમાં ગેસનો પુરવઠો ઠપ થસ ગયો છે જેને કારણે ગુજરાતના ઉદ્યોગો ઉપર પણ મોટી અસર પડી છે ઘણી ફેકટરી બંધ થઇ ગઇ છે અને અમુક કંપની પાસે ગેસ છે તેટલા સત્તા સુધી ફેકટરી ચાલુ રાખશે.

ત્યારે ગુજરાતના મોરબી અને રાજકોટની ઘણી કંપની બંધ થઇ જતા શ્રમિકો બેકાર પત્ર છે અને તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે જેને લઇ મોરબી અને રાજકોટ ખાતે રેલ્વે સ્ટેશને શ્રમિકોનો ધસારો જોવા મળી રહ્યો છે.

મોરબી રેલ્વે સ્ટેશનમાં ચાલુ સપ્તાહમાં દૈનિક 300થી વધુ ટીકીટનું એડવાન્સ બુકિંગ થઇ રહ્યું છે અગાઉ આ આંકડો 150ની આસપાસ હતો આવી સ્થિતિ નઝરબાગ મકનસર તેમજ વાંકાનેર રેલ્વે સ્ટેશનમાં પણ બુકિંગમાં વધારો જોવા મળી રહ્યો છે મજૂરો ઝડપથી પોતાના વતનની ટ્રેનની ટીકીટની ખરીદી માટે આવી રહ્યા છે જેના કારણે આગામી દિવસોમાં ફરી શ્રમિકોનું પલાયન થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. આ ઉપરાંત મોરબીના ઔદ્યોગિક વિસ્તારના મજૂરોને એમપી યુપી કે રાજસ્થાન તરફ લઇ જતી બસમાં પણ વતન તરફ જતા મુસાફરોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે.

મોરબીના સિરામીક ઉદ્યોગકારો તો શ્રમિકોને આવનાર સમય સાચવવા તૈયારી દાખવી રહ્યા છે પરંતુ ફેક્ટરી કેટલો સમય બંધ રહેશે તેનો અંદાજ નથી આવી સ્થિતિમાં ફેક્ટરી સંચાલકો પણ ક્યાં સુધી સાચવશે તેવા ભયથી મજૂરો વતન તરફની વાટ પકડી રહ્યા છે.

મારું નામ શ્રવણ કુમાર સોની નામ છે અમે યુપીના વતની છીએ અમે રેલ્વે સ્ટેશનમાં ટીકીટ લેવા આવ્યા છીએ અત્યાર સુધી બરાબર ચાલતું હતું જોકે ફેક્ટરી બંધ થવાથી હવે ઘરે તરફ જવાની તૈયારી કરી રહ્યા છીએ ટીકીટ લેવા આવ્યા છીએ ફેક્ટરી બંધ થવાથી અહી અમે ઘરે જઈ છીએ.

વાંકાનેર, રાજકોટથી બુકિંગ મોરબીમાં લાંબા અંતરની ટ્રેન ન હોવાથી મોટા ભાગના શ્રમિકો રાજકોટ અથવા વાંકાનેરનું તેમજ રાજસ્થાનના શ્રમિકો માળિયા કે હળવદ રેલ્વે સ્ટેશન ટ્રેન પકડવા અહીંથી બુકિંગ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *