ફૂડ વિભાગે અલગ અલગ 12 પેઢીમાં ચકાસણી કરી કઠોળના 15 સેમ્પલ લીધા
મનપાના ફુડ વિભાગ દ્વારા રોહિતદાસપરામાં જય દ્વારકાધીશ ડેરી ફાર્મમાંથી અગાઉ લેવામાં આવેલ શુધ્ધ ઘીનું સેમ્પલ લેબમાં ફેઈલ થયાનો રિપોર્ટ આવ્યો હતો. આ ઘીમાં વિજીટેબલ ઘીની મિલાવટ અને આયોડીન વેલ્યુ વધુ હોવાથી સબ સ્ટાર્ન્ડડ જાહેર કરી ફુડ વિભાગ દ્વારા એજ્યુડિકેશન કાર્યવાહી હાથ ધરાઈ છે. તેમજ અન્ય 12 એકમોમાં તપાસ કરી 15 અલગ અલગ કઠોળના નમુના લઈ લેબમાં મોકલી આપ્યા હતાં.
ફુડ વિભાગ દ્વારા નમુનાની કામગીરી દરમિયાન સોયાબીન(લૂઝ): સ્થળ- ગોલ્ડન સુપર માર્કેટ, નંદનવન શોપ નં.1-5, શ્રીનાથજી પાર્ક, સાધુવાસવાણી રોડ, રાજકોટ, દેશી ચાણા(લૂઝ): સ્થળ- ગોલ્ડન સુપર માર્કેટ, નંદનવન શોપ નં.1-5, શ્રીનાથજી પાર્ક, સાધુવાસવાણી રોડ, રાજકોટ, તુવેર દાળ(લૂઝ): સ્થળ- આર હાઇપર માર્કેટ પ્રા. લિમિટેડ, છખઈ શાક માર્કેટ, સામે સાધુવાસવાણી રોડ, રાજકોટ., મગ છડી દાળ(લૂઝ): સ્થળ- ઓમ સુપર માર્કેટ, જય વરદાયિની કોમ્પ્લેક્સ-1-2, સાધુવાસવાણી રોડ, રાજકોટ., કાબુલી ચણા(લૂઝ): સ્થળ- ઓમ સુપર માર્કેટ, જય વરદાયિની કોમ્પ્લેક્સ-1-2, સાધુવાસવાણી રોડ, રાજકોટ., સફેદ ચોળી(લૂઝ): સ્થળ- બાલાજી શોપિંગ સેન્ટર, ઈન્દ્રપ્રસ્થ, દુકાન નં.-29, રૈયા રોડ, રાજકોટ., મગ(લૂઝ): સ્થળ- શ્રી જલીયાણ પ્રોવિઝન સ્ટોર, હનુમાન મઢી પાસે, રૈયા રોડ, બાલાજી કોમ્પ્લેક્સ, રાજકોટ., ચણાદાળ(લૂઝ): સ્થળ- શ્રી ભગવતી પ્રોવિઝન સ્ટોર, હનુમાન મઢી પાસે, રૈયા રોડ, બાલાજી કોમ્પ્લેક્સ, રાજકોટ., રાજમા(લૂઝ): સ્થળ- એન.બી. બ્રધર્સ, હનુમાન મઢી પાસે, રૈયા રોડ, બાલાજી કોમ્પ્લેક્સ, રાજકોટ., લીલા વટાણા(લૂઝ): સ્થળ- જય સિયારામ શોપિંગ સેન્ટર, કૌશર બેકરી પાસે, રૈયા રોડ, રાજકોટ., અળદ(લૂઝ): સ્થળ- ચંદન સુપર માર્કેટ, ડેકોરા સ્ક્વેર, ગ્રાઉન્ડ ફ્લોર, સાધુવાસવાણી રોડ, રાજકોટ., રાજમા(લૂઝ): સ્થળ- બાલાજી સુપર માર્કેટ, પંચાયત નગર, બસ સ્ટોપની સામે, યુનિ.રોડ, રાજકોટ. , તુવેર દાળ(લૂઝ): સ્થળ- બાલાજી સુપર માર્કેટ, પંચાયત નગર, બસ સ્ટોપની સામે, યુનિ.રોડ, રાજકોટ., વાલ(લૂઝ): સ્થળ- રાજેશ અનાજ ભંડાર, શાંતિવન સોસાયટી, પંચાયત ચોક, યુનિ. રોડ, રાજકોટ., મઠ(લૂઝ): સ્થળ- એન.કાકુભાઈ ગાંધી, અક્ષર માર્ગ, સ્વામિનારાયણ મંદિર સામે , કાલાવડ રોડ,રાજકોટ. સહિતના સ્થળેથી નમુના લઈ લેબમાં મોકલી આપ્યા હતાં.
