પિતાના દોષના છાંટા વારસદારને પણ ઉડેનો કડક સંદેશ આપતી કોર્ટ
ભાવનગર જિલ્લાના તળાજા ના પીથલપુર સ્થિત પીજીવીસીલ ની કચેરી નીચે આવતા સખવદર ગામના રહીશ ના રહેણાંક ના મકનામાં વિજતંત્ર ની રેડ દરમિયાન વીજ ચોરી પકડાઈ હતી.જેનું બિલ વીજચોરી કરનાર દ્વારા ભરવામાં ન આવતા કોર્ટ ના દ્વારા ખખડાવવામાં આવ્યા હતા.જેમાં વીજચોરી સાબિત થવા છતાંય દંડની રકમ ન ભરવાના કારણે દરખાસ્ત દાખલ કરવામાં આવીહતી.ચોરી થી લઈ આજ સુધી કોર્ટ કાર્યવાહી દરમિયાન મૂળ વ્યક્તિ નું નિધન થતા આજે તેમના દીકરા ને કોર્ટમાં હાજર રહેવું પડયું હતું. સમયમર્યાદા મા રૂૂપિયા ન ભરી શકવાના કારણે આજે પિતા એ કરેલ વીજચોરી ને લઈ પુત્ર ને સિવિલ જેલમાં જવું પડ્યું હતું.જોકે વિજકર્મી ને પણ કોર્ટે એ ખખડાવી નાખ્યા હતા.
કાયદોતો કડક છેજ પરંતુ કાયદાના રક્ષકો જો કડક અમલવારી કરેતો પિતાના દોષ ના છાંટા વારસદાર ને પણ ઉડે ખરા તેવો કડક સંદેશ આપતી વિગતો મુજબ બે વર્ષ પહેલાં તળાજા ના સખવદર ગામે પાવર ચોરી મા ઘુસાભાઈ અરજણભાઈ ગોહિલ પકડાતા વીજતંત્ર એ રૂૂ.90 હજાર આસપાસ નું દંડનીય બિલ આપેલ.આ ચોરી રહેણાંક મકાન ની હતી.સમય મર્યાદામાં રકમ જમા ન કરાવતા કોર્ટમાં વ્યાજ સાથે રૂૂ.1,12,900/- ની સાથે કાર્યવાહી વીજ તંત્ર દ્વારા કરવામાં આવેલ.જેમાં ગત.તા.16/1/25 ના રોજ 9% વ્યાજ સાથે રકમ ભરી આપવા નો ચુકાદો દોષિત ઠેરવી ને આપેલ હતો. એ રકમ પણ ન ભરતા રિકવરી માટે 7/2/25 ના રોજ દરખાસ્ત દાખલ કરવામાં આવી હતી.
એ દરખાસ્ત ને લઈ આજે ઘુસાભાઈ ના અવસાન ને કારણે પુત્ર પંકજભાઈ ને તળાજા કોર્ટમાં હાજર રહેવું પડયું હતું.પીજીવીસીલ ના કર્મચારી એચ.કે.મારું એ જણાવ્યું હતુ કે કોર્ટ ના કાયદાકીય વલણ ને લઈ પંકજભાઈ દ્વારા તળાજા સ્થિત પીજીવીસીલ ની કચેરી ખાતે રૂૂપિયા ભરવા વ્યક્તિ ને મોકલવામાં આવેલ.જોકે એ સમયે લંચબ્રેક હોય રૂૂપિયા ભરવા આવનાર વ્યક્તિ એ રાહ ન જોઈ ને જતો રહેલ.કોર્ટ સૂત્રોએ જણાવ્યું હતુ કે પંકજભાઈ ને સિવિલ જેલ મા મોકલવાનો આદેશ કરવામાં આવેલ. બીજી તરફ કોર્ટે વિજકર્મી ને પણ બોલાવી ને કોર્ટ દ્વારા આલોચના કરવામાં આવીહતી.
