બોટાદના નિવૃત શિક્ષકને રાજકોટમાં હનીટ્રેપમાં ફસાવી 12 લાખ પડાવ્યા

એક વર્ષ પૂર્વે પરિચયમાં આવેલી માનુની અને તેની બે સહેલીનું કૃત્ય 12 લાખ પડાવ્યા બાદ વધુ પૈસાની માંગણી કરતા ફરિયાદ નોંધાઇ બોટાદ રહેતા નિવૃત્ત શિક્ષક…

એક વર્ષ પૂર્વે પરિચયમાં આવેલી માનુની અને તેની બે સહેલીનું કૃત્ય

12 લાખ પડાવ્યા બાદ વધુ પૈસાની માંગણી કરતા ફરિયાદ નોંધાઇ

બોટાદ રહેતા નિવૃત્ત શિક્ષક બટુકભાઈ માનસંગભાઈ પટેલ (ઉ.વ.59)ને ખેતીની જમીન બતાવવા માટે રાજકોટમાં એસ.ટી. બસ પોર્ટ પાછળ આવેલી એલેક્ષા હોટલમાં બોલાવી ગાંધીનગરની પાયલ ભાવિન પટેલ અને તેની બે સહેલીએ હની ટ્રેપમાં ફસાવી એક યુવતીએ પરાણે શરીર સંબંધ બંધાવી તેના ફોટા પાડી લીધા બાદ મારકૂટ કરી અપહરણ કરી દૂષ્કર્મના ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી રૂૂા. 12 લાખ પડાવી લીધાની એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બટુકભાઇની ફરિયાદ પરથી ગાંધીનગરની પાયલબેન ભાવીનભાઈ પટેલ અને બે અજાણી યુવતી સામે ગુનો દાખલ કર્યો હતો. બટુકભાઈએ પોલીસને જણાવ્યું કે, તે બોટાદના સ્વામીના ગઢડા હામાપરગામ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો તે ગામની બાજુમાં ઇંગોરાણા (ખાલસા) ગામ ખાતે મે સને-2010 માં આશરે સતર વિધા જમીન ખરીદ કરેલ હતી તે જમીન હું ભાગ્યાને વાવેતર કરવા આપતો હતો અને આજથી એકાદ વર્ષ પહેલા બોટાદ ખાતે સમન્વય સ્કુલનો કાર્યક્રમ હોય ત્યાં મને પાયલબેન ભાવીનભાઈ પટેલ નામની વ્યકિતનો આ કાર્યક્રમ કરનાર કમલેશભાઇ દ્રારા પરીચય થયેલ હતો અને કમલેશભાઇએ મને જણાવેલ હતુ કે, આ પાયલબેન ગાંધીનગરથી આવે છે અને જમીન મકાનનું કામકાજ કરે છે તેમ વાત કરેલ જેથી મેં પાયલબેનને વાત કરેલ કે હું એકાદ વર્ષમાં નિવૃત થવાનો છું અને મારી પાસે જમીન છે તે વેચવાની છે અને તે રૂૂપીયા આવે તેનું બીજી જગ્યાએ જમીન લઇ અને રોકાણ કરવાનું છે તેમ વાત કરેલ તો આ પાયલબેને મ ને વાત કરેલ કે તમારી જમીન તેમજ તમો રીટાયર્ડ થાવ તેના રૂૂપીયા આવે ત્યારે મને વાત કરજો અને તેના મોબાઈલ નંબર આપ્યા હતા.

ગઇ તા.31/10/2025 ના રોજ બટુકભાઈ શિક્ષકની નોકરી માંથી હામાપર ગામથી રીટાયર્ડ થયેલ અને નિવૃતી ના હકક હીસ્સાના રૂૂપીયા આવી જતાં પાયલને તેના મોબાઈલ નંબર ઉપર વાત કરેલ અને કહેલ કે હું રીટાયર્ડ થઇ ગયેલ છું અને મારા હકક હિસ્સા ના રૂૂપીયા આવી ગયેલ છે તો મારે ખેતીની જમની લેવાની છે તો કયાંય જમીન સારી હોય તો બતાવજો તેમ વાત કરેલ પાયલ સાથે અવાર નવાર જમીન લેવા બાબતે વાત ચીત કરતો હતો અને તેને બટુકભાઈને કહેલ કે રાજકોટ જમીન જોવા જવાની છે તેમ વાત કરેલ હતી અને ગઇ તા.07/02/20 26 ના રોજ સવારના નવેક વાગ્યા વખતે બટુકભાઈએ પાયલને ફોન કરી પોતે હું ધોળકાથી નીકળુ છું તેમ વાત કરેલ જેથી પાયલે પોતે હું ગાંધીનગરથી આવું છું અને આપણે ઉજાલા સર્કલે ભેગા થાશું બટુકભાઈ તેની કાર નંબર જીજે-04-સીએ-1406 વાળી ચાલવીને ઉજાલા સર્કલ ખાતે ગયેલ ત્યાંથી પાયલે કાર ડ્રાઈવ કરી રાજકોટ આવવા રવાના થયા અને ચોટીલા જમવા રોકાયેલ અને રાજકોટમાં આવ્યા બાદ પાયલે એક યુવતીને કોનમાં વાત કરીને કહેલ કે અમો આવી ગયા છીએ તું ક્યાં છો. રેલવે સ્ટેશન પાસે તે મહિલાને કારમાં બેસાડી એસ.ટી. બસ પોર્ટ પાછળ એલેક્ષા હોટલમાં ગયા હતા. ત્રણેય રૂૂમમાં ગયા બાદ આરોપી હું પાર્ટીને બોલાવી લાવું છું કહીને નીકળ્યા બાદરૂૂમમાં અન્ય ત્રીજીયુવતી આવી હતી. જ્યારે તેની સાથે આવેલી યુવતીએ ધમકી આપી પરાણે શરીર સંબંધ બંધાવ્યો હતો. જેના ફોટા પાડી લીધા હતા.

ત્યારબાદ બન્ને યુવતીએ તેને મારકૂટ કરી ‘તારા ઉપર દૂષ્કર્મનો કેસ કરવો છે’ ફોટાના પુરાવો છે. કહેતા તેણે આરોપી પાયલબેન ફોન કરી વાત કરતો તેણે ત્યાં આવી ‘આપણે અહીંથી નીકળી જઈએ પોલીસ આવશે તો કેસ થશે.’ કહીને ત્યાંથી નીકળી ગયા બાદ બન્ને યુવતી તેને છરીની અણીએ નીચે ઉતારી કારમાં અપહરણ કરી શહેર બહાર લઈ જઈ 40-40 લાખમાં સમાધાન કરવાનું કહેતાં છેલ્લે 12 લાખ આપવાનું નક્કી થયું હતું અને બાકીની રકમ બેંક ખુલે ત્યારે આપીશ તેમ વાત કરેલ અને બાદ આ અજાણી મહીલા તેને રીતે રીક્ષામાં જતી રહેલ અને પાયલે મને કહેલ કે આપણે અહીંથી જલ્દી નીક ળી જઈએ આ બંને કોઇ પોલીસ ફરીયાદ કરે તો તેમ કહી અને અમો બંને મારી ઉપરોકત કારમાં જતાં રહેલ અને અમદા વાદ સરખેજ ઉજાલા ચોકડીએ બટુકભાઈને તેની કાર આપી દીધેલ અને આ પાયલે અગાઉથી ઉબેર ટેકસી બાંધેલ હોય તે આવી જતાં તે તેમાં જતી રહેલ અને બાદમાં સોમવારે તા.09/0 2/2026 ના રોજ બેંક માંથી પાયલના આઇ.સી.આઇ.સી.આઇ. બેંક ના ખાતા માં આર.ટી.જી.એસ. કરી ટ્રાન્સફર કરી આપ્યા હતા. બાદમાં આ પાયલે બાકીના રૂૂપિયા પડાવવા અવારનવાર બળાત્કારના કેસમાં ફીટ કરી દઇશ તેવી ધમકી આપતી હતી જેથી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *