ગુજરાતમાં 37 IPS અધિકારીની બદલી કરવામાં આવી હતી જેમાં રાજકોટ રેન્જના આઈજી તરીકે નિર્લિપ્ત રાયને મુકવામાં આવ્યા છે. રાજકોટ રેન્જ અંતર્ગત આવતા રાજકોટ જિલ્લામાં ગેરકાયદે પ્રવૃતિઓ ઉપર અંકુશ લગાવવા માટે રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાયને હવાલો સોપવામાં આવ્યો છે ત્યારે રેન્જ આઈજી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ તરત જ નિર્લિપ્ત રાય એક્શન મોડમાં આવી ગયા હતા.
તેમણે રેન્જના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. ત્યારબાદ, તેઓ સીધા જ ગોંડલ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલકાતે ગયા હતા.અને પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફના ક્લાસ લીધા હતા પોલીસ મથકમાં રોલ કોલ લઇ ગુનેગારોમાં પોલીસનો ખોફ જળવાઈ રહે તેવી કામગીરી કરવા સુચના આપી હતી.
રાજકોટ રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાય ચાર્જ લીધા બાદ તેઓ પ્રથમ રાજકોટ રેન્જ અંતર્ગત આવતા પાંચ જીલ્લા જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર, મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ, જામનગર જિલ્લા પોલીસ વડા રવિ મોહ શૈની અને દેવભૂમી દ્વારકા જિલ્લાના પોલીસ વડા જયરાજસિંહ વાળા સાથે બેઠક યોજી બાદમાં સાંજે સીધા જ ગોંડલની મુલાકાતે ગયા હતા. ગોંડલ ખાતે મુલાકાત કરી રેન્જ આઈજી નિર્લિપ્ત રાયએ ગોંડલના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ સાથે મિટિંગ અને રોલકોલનું આયોજન કર્યું હતું.
ગોંડલ પહોંચતા રાજકોટ જિલ્લા એસ.પી. વિજયસિંહ ગુર્જરે તેમનું સ્વાગત કર્યું હતું. આઈજી નિર્લિપ્ત રાયે પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફનો રોલ કોલ લીધો હતો. તેમણે પોલીસ કર્મચારીઓને ફરજ પ્રત્યે નિષ્ઠા રાખવા અને ગુનેગારોમાં પોલીસનો ખોફ જળવાઈ રહે તે માટે કડક સૂચનાઓ આપી હતી મીડિયા સાથેની વાતચીતમાં નિર્લિપ્ત રાયે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ માત્ર ગોંડલ પૂરતા મર્યાદિત નથી. તેમણે જણાવ્યું કે, હું રાજકોટ રેન્જ હેઠળ આવતા તમામ પોલીસ સ્ટેશનની રૂૂબરૂૂ મુલાકાત લઈશ. આ એક શુભેચ્છા મુલાકાત હતી. મુલાકાતના અંતે તેમણે સ્થાનિક પત્રકારો સાથે પણ વાતચીત કરી પારદર્શક વહીવટનો સંકેત આપ્યો હતો. નિર્લિપ્ત રાયની આ કાર્યશૈલીથી આગામી સમયમાં રેન્જમાં ગુનેગારો પર કડક કાર્યવાહી થવાની શક્યતા છે.
