જામનગરના રહેણાંક મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમેં તાજેતરમાં યાદવ નગર વિસ્તારમાં એક રહેણાક મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે, અને એક તસ્કરને ઝડપી લઇ તેની…

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમેં તાજેતરમાં યાદવ નગર વિસ્તારમાં એક રહેણાક મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે, અને એક તસ્કરને ઝડપી લઇ તેની પાસેથી રૂૂપિયા 55 હજાર નો ચોરાઉ મુદામાલ કબજે કરી લીધો છે. જામનગરમાં યાદવ નગર વિસ્તારમાં રહેતા અરસીભાઈ ડાડુભાઈ ડેર નામના આહીર યુવાનના રહેણાક મકાનમાં તાજેતરમાં ચોરી થઈ હતી અને કોઈ તસ્કરો રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના વગેરે ઉઠાવી ગયા હતા. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.

દરમિયાન એલસીબીની ટુકડીએ ચોક્કસ બાતમી ના આધારે ઉપરોક્ત મકાનમાં ચોરી કરનાર જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક બાવરીવાસમાં રહેતા ઉદલ કનૈયાભાઈ પરમાર નામના 19 વર્ષના બાવરી શખ્સની અટકાયત કરી લીધી છે. જેની પાસેથી રૂૂપિયા 43,413 ની કિંમતના સોનાના દાગીના 5,000 ની કિંમત ના ચાંદીના દાગીના અને રૂૂપિયા 12,000 ની રોકડ રકમ સહિત કુલ રૂૂપિયા 55,413 ની માલમતા કબજે કરી લીધી છે, અને તેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *