વાનખેડેમાં રેકોર્ડનો વરસાદ, સેમિફાઈનલમાં સિક્સ, હાઈસ્કોર

T20 વર્લ્ડ કપ 2026ની સેમિફાઇનલમાં ભારતીય બેટ્સમેનોએ ઈંગ્લીશ બોલરને હંફાવી દીધા હતા. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને…

T20 વર્લ્ડ કપ 2026ની સેમિફાઇનલમાં ભારતીય બેટ્સમેનોએ ઈંગ્લીશ બોલરને હંફાવી દીધા હતા. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 253 રન બનાવ્યા. ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર સંજુ સેમસન સદી ચૂકી ગયો, તેણે 42 બોલમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકારીને 89 રન બનાવ્યા હતા.ટીમ ઈન્ડિયાએ આ મેચમાં અનેક રેકોર્ડ બનાવ્યા.

આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ 19 છગ્ગા અને 18 ચોગ્ગા ફટકાર્યા. T20 વર્લ્ડ કપમાં એક જ ઇનિંગમાં 37 (19 છગ્ગા અને 18 ચોગ્ગા) બીજા ક્રમે સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારી હતી. 2007માં શ્રીલંકા વિરુદ્ધ કેન્યા મેચમાં 41 (30 ચોગ્ગા અને 11 છગ્ગા) ફટકારવામાં આવી હતી.

પુરુષોની T20Iમાં 250થી વધુના લક્ષ્યનો પીછો ચાર વખત કરવામાં આવ્યો છે. IPL 2024માં ઇડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઇડર્સ સામે પંજાબ કિંગ્સ દ્વારા બનાવેલ સૌથી વધુ સ્કોર 262 છે. ત્યારબાદનો સૌથી વધુ સ્કોર 259 છે, જે દક્ષિણ આફ્રિકા દ્વારા 2023માં સેન્ચુરિયન ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે બનાવવામાં આવ્યો હતો.

T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ છગ્ગા
16 – સંજુ સેમસન (2026)
15 – રોહિત શર્મા (2024)
15 – શિવમ દુબે (2026)
14 – ઇશાન કિશન (2026)
14- હાર્દિક પંડ્યા (2026)
12 – યુવરાજ સિંહ (2007)

પુરુષોની T20 માં સૌથી વધુ વખત 250થી વધુનો સ્કોર
6 – ભારત
5 – સનરાઇઝર્સ હૈદરાબાદ
3 – વેસ્ટ ઇન્ડીઝ
3 – ઝિમ્બાબ્વે

T20 વર્લ્ડ કપમાં એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા
19 – નેધરલેન્ડ્સ વિરુદ્ધ આયર્લેન્ડ, સિલહટ, 2014
19- વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઝિમ્બાબ્વે, મુંબઈ, 2026
19 – ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ, મુંબઈ, 2026
17 – ભારત વિરુદ્ધ ઝિમ્બાબ્વે, ચેન્નાઈ, 2026
16 – ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારત, બ્રિજટાઉન, 2010

T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ સ્કોર
260/6 – શ્રીલંકા વિરુદ્ધ કેન્યા, જોહાનિસબર્ગ, 2007
256/4 – ભારત વિરુદ્ધ ઝિમ્બાબ્વે, ચેન્નાઈ, 2026
254/6 – વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઝિમ્બાબ્વે, મુંબઈ વર્લ્ડ કપ, 2026
253/7 – ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ, મુંબઈ, 2026 સેમિફાઇનલ
235/5 – આયર્લેન્ડ વિરુદ્ધ ઓમાન, કોલંબો, 2026

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *