દ્વારકામાં પદયાત્રીને બેભાન કરી દાગીના સહિતની 35000ની લૂંટ

જામ જોધપુર વિસ્તારના રહીશ એવા ભરવાડ પરિવારના શ્રદ્ધાળુઓ તાજેતરમાં દ્વારકા ફુલડોલ ઉત્સવના દર્શન અર્થે આવ્યા હતા. ત્યાં બે વ્યક્તિઓને ચીટર ગઠિયાઓનો ભેટો થયો હતો. આ…

જામ જોધપુર વિસ્તારના રહીશ એવા ભરવાડ પરિવારના શ્રદ્ધાળુઓ તાજેતરમાં દ્વારકા ફુલડોલ ઉત્સવના દર્શન અર્થે આવ્યા હતા. ત્યાં બે વ્યક્તિઓને ચીટર ગઠિયાઓનો ભેટો થયો હતો. આ ગઠિયાઓએ તેઓને શેરડીના રસમાં કશુંક પીવડાવીને બેભાન કર્યા બાદ સોનાના ઠોરીયા તથા રોકડ રકમની લૂંટ ચલાવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ જામજોધપુર તાલુકાના તરસાઈ ગામે રહેતા રૂૂડાભાઈ હાજાભાઈ મુંધવા નામના 60 વર્ષના ભરવાડ વૃધ્ધ તેમના કુટુંબીજનો લાલાભાઈ, મયુરભાઈ, શાંતિબેન, રેખાબેન વિગેરે સાથે તા. 26 ફેબ્રુઆરીના રોજ તરસાઈ ગામેથી પગપાળા ચાલીને દ્વારકા નીકળ્યા હતા. તેઓ તા. 28 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે દ્વારકા પહોંચી ગયા હતા. જ્યાં તેઓએ રાત્રી રોકાણ કર્યા બાદ રવિવાર તા. 1 માર્ચના રોજ ભગવાન દ્વારકાધીશ, રૂૂક્ષ્મણી માતાજી વિગેરે સ્થળે દર્શન કરી, ગોમતી ઘાટ ખાતે સ્નાન કર્યું હતું.

આ પછી તા. 1 ના રોજ સવારના 10 વાગ્યાના સમયે રૂૂડાભાઈ મુંધવા તથા તેમના કુટુંબી કાકા રૂૂડાભાઈ દરિયાકાંઠે ચોપાટી ઉપર ગયા હતા. જ્યાં આશરે 30 વર્ષ અને 25 વર્ષના બે અજાણ્યા યુવાનો આવીને બેઠા હતા. આ અજાણ્યા યુવાનોએ તેમનું ઠામ-ઠેકાણું અને જ્ઞાતિ પૂછી હતી. ત્યાર બાદ તેઓએ પોતે પણ ભરવાડ જ્ઞાતિના હોવાનું અને રાજકોટ બાજુ રહેતા હોવાનું જણાવી વાતોમાં ભોળવી લીધા હતા.

આ પછી બંને શખ્સોએ તેમને આગળ રહેલી દીવાદાંડી બાજુ બનેલા નવા ગણપતિના મંદિરે દર્શન જવાનું કહેતા ફરિયાદી રૂૂડાભાઈ તથા તેમના કાકા રૂૂડાભાઈ બંને તેમની સાથે જવા માટે નીકળ્યા હતા. આ પછી અજાણ્યા શખ્સ પૈકીના આશરે 25 વર્ષના આ યુવાને પોતાને શેરડીનો રસ પીવો હોવાનું કહી અને રસ લઈ આવ્યો હતો. દીવાદાંડી પાસે બેઠેલા કાકા-ભત્રીજાને રસના ગ્લાસ ભરાવી ભરીને પીવડાવી તેઓએ પણ રસ પીધો હતો.

આ પછી રૂૂડાભાઈ તથા તેમના કાકા બંને ત્યાં જ મૂર્છિત થઈ ગયા હતા. ફરિયાદી રૂૂડાભાઈ ભાનમાં આવ્યા ત્યારે તેઓ જામનગરની જી.જી. હોસ્પિટલમાં તેમજ તેમના કાકા રૂૂડાભાઈ ખંભાળિયાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ હતા. આમ, આ કાકા-ભત્રીજાને કોઈ અજાણ્યા શખ્સોએ શેરડીના રસમાં નશાકારક જેવા પ્રવાહી પીવડાવીને મૂર્છિત કર્યા બાદ તેઓએ કાનમાં પહેરેલા રૂૂપિયા 80 હજારની કિંમતના સોનાના ઠોરીયા તથા રૂૂપિયા 35,000 ની રોકડ રકમની લૂંટ ચલાવી હોવાનું જાહેર થયું છે.આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે બે અજાણ્યા શખ્સો સાથે સામે ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.આઈ. એ.એલ. બારસીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *