વાહન સાઈડમાં લેવા જેવી નજીવી બાબતે બે કોમ વચ્ચે અથડામણ થતા અટકી, બનાવ બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, ભગવતીપરામાં એસઆરપી તૈનાત, ત્રણની અટકાયત
રાજકોટના ભગવતીપરામાં હોલિકા દહન દરમિયાન બે જૂથના યુવાનો વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના સામે આવી છે. હોલિકા દહન વખતે અન્ય ધર્મના યુવકોને હિન્દુ યુવાનો દ્વારા સાઇડમાં જવાનું કહેવામાં આવતા બોલાચાલી થતા તેઓ સામસામે આવી ગયા હતા. ભગવતીપરામાં આજે રાત્રે હોળી પ્રગટાવતા સમયે બાઇક લઇને નીકળેલા શખ્સોને ત્યાંથી નીકળવાની ના પાડવા બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બનતા બે જૂથ સામસામ આવી ગયા હતા.
જાણ થતા પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી જઇ મામલો થાળે પાડયો હતો. આ ઘટના બાદ હજુ પણ ભરેલા અગ્નિ જેવી સ્થિતિ હોય ભગવતીપ્રરામાં એસઆરપીનો બદોબસ્ત તૈનાત કરાયો છે. પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી છે. રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં હોલિકા દહન દરમિયાન શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો. હોલિકા દહન દરમિયાન ત્યાંથી પસાર થતા એક જૂથના યુવકોને સાઇડમાં જવાનું કહેવામાં આવ્યું હતું.
જોકે તેઓએ જગ્યા ન આપતા ઘર્ષણ સર્જાયું હતું, પરંતુ સ્થાનિકો દ્વારા બંને સમાજના યુવાનોને છુટા પાડવામાં આવ્યા હતા. ભગવતીપરા વિસ્તારમાં હોલિકા દહન થઈ રહ્યું હતું તે દરમિયાન એક જૂથના લોકો ત્યાંથી નીકળ્યાં હતા. ત્યારે અન્ય જૂથના યુવાનોએ તેઓને સાઈડમાં રહેવા માટેનું કહેતા બોલાચાલી થઈ હતી. જે બાદ 3 યુવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. હાલ શાંતિપૂર્ણ માહોલ છે.
ઘટનાનો વીડિયો વાઇરલ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.જે બાદ પોલીસ દ્વારા 3 જેટલા યુવાનોને રાઉન્ડ અપ કરી તેઓની અટકાયત કરી હતી. હોલિકા દહન સમયે લોકોમાં જ્યારે અનેરો ઉત્સાહ વર્તાઇ રહ્યો હતો ત્યારે એ જગ્યાએથી બાઈક લઈને અમુક શખ્સો નીકળ્યા હતા. વિસ્તારમાં લોકોની ભીડ વધુ હોવાના કારણે આ બાઈક ચાલકોને અહીંથી ન નીકળવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી વધુ ઉગ્ર બનતા થોડીવારમાં બે જૂથો સામસામે આવી જતા વાતવરણ તંગ બની ગયું હતું. આ મામલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતાં.
બંને જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થાય તે પહેલા બનાવની જાણ થતા ડીસીપી જગદીશ બાંગરવા તથા બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એસ.એસ. રાણે સહિત ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ સ્ટાફ તુરત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ત્રણ શખ્સોને ડીટેઈન કરી મામલો થાળે પાડી ટોળાને વિખેર્યું હતું. આ વિસ્તારમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
