વૃધ્ધ યાત્રી, બાંધકામ કોન્ટ્રાક્ટર સહિત પાંચના હાર્ટએટેકથી મોત

ગોકુલનગરના વૃધ્ધ, કૈલાશ પાર્કના પ્રૌઢ, સુંદરસિટીમાં રહેતા યુવાન, નાનામવા સર્કલ પાસે રાજ રેસીડેન્સીમાં રહેતા બાંધકામ કોન્ટ્રાક્ટરનું હૃદય બેસી ગયુ આજે વધુ પાંચ લોકોના હાર્ટ એટેકથી…

ગોકુલનગરના વૃધ્ધ, કૈલાશ પાર્કના પ્રૌઢ, સુંદરસિટીમાં રહેતા યુવાન, નાનામવા સર્કલ પાસે રાજ રેસીડેન્સીમાં રહેતા બાંધકામ કોન્ટ્રાક્ટરનું હૃદય બેસી ગયુ

આજે વધુ પાંચ લોકોના હાર્ટ એટેકથી મોત નિપજયા હતા.જેમાં કેરલના વલપદ ખાતે રહેતાં બાલચંદ્રન શનકરણ ઇગુર (ઉ.વ.76) ગત સાંજે આઠેક વાગ્યે ચોટીલામાં સપના હોટલ પાસે હતાં ત્યારે એકાએક બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

પરંતુ અહિં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે પોલીસ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને કરી હતી.મૃત્યુ પામનાર હાલ નિવૃત જીવન જીવતાં હતાં. તેમને સંતાનમાં એક દિકરો છે.પોતે પત્નિ સાથે અન્ય યાત્રાળુઓ સાથે સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોની યાત્રાએ આવ્યા હતાં. ગત સાંજે આ યાત્રાળુઓ ચોટીલા પહોંચ્યા ત્યારે બાલચંદ્રનને હાર્ટએટેક આવી ગયો હોવાનું જાણવા મળ્યું છે. ચોટીલા પોલીસે કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં નાના મવા રોડ પર રાજશ્રૃંગાર પાર્ટી પ્લોટ નજીક રાજ રેસીડેન્સીમાં રહેતાં બાંધકામના ધંધાર્થી સુરેશભાઇ મેઘજીભાઇ કમાણી (ઉ.વ.59) ઘરે હતા ત્યારે એકાએક બેભાન થઇ જતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.બનાવની જાણ થતાં તાલુકા પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર સુરેશભાઇ બાંધકામનો વ્યવસાય ધરાવતાં હતાં. તેઓ ત્રણ ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક દિકરો છે.હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું.

જ્યારે ત્રીજા બનાવમાં સંત કબીર રોડ પર આવેલા ગોકુલનગરમાં રહેતા હસમુખભાઈ મનુભાઈ તેતર નમના 65 વર્ષના વૃદ્ધ નું હાર્ટ એટેક આવી જતા તેમનું મૃત્યુ નીપજયું હતું.તેમને સંતાનમાં એક પુત્ર છે.તેઓ ગઈકાલે બપોરે સુઈ ગયા બાદ જાગ્યા જ નહોતા.ચોથા બનાવમાં .સુરતના કામરેજ રાધીકા સોસાયટીમાં રહેતાં બળવંતભાઇ પોપટભાઇ આજગીયા (ઉ.વ.56) ગઇકાલે કોઠારીયા રણુજા મંદિર પાસે કૈલાસ પાર્ક-3માં પોતાના કાકાના દિકરા ભાઇ પરેશભાઇ હરિભાઇ આજગીયાના ઘરે હતાં ત્યારે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર બળવંતભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. તે અગાઉ સુરતમાં હીરા ઘસવાનું કામ કરતાં હતાં અને હાલ નિવૃત જીવન જીવતા હતાં. તેમને સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે. પોતે પત્નિ હંસાબેન સાથે રાજકોટ ભાઇના ઘરે આટો દેવા આવ્યા હોઇ હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ થયાનું જણાવાયું હતું.મૃતદેહને અંતિમવિધી માટે સુરત લઇ જવામાં આવ્યો હતો. પાંચમા બનાવમાં માધાપર ચોકડી પાસે આવેલી સુંદરમ સીટી એપાર્ટમેન્ટમાં રહેતા ચિંતન હસમુખભાઈ ઠક્કર નામના 42 વર્ષના યુવાન ને હાર્ટ એટેક આવી જતા તેમને હોસ્પિટલમાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.તેઓ ક્ધસલટન્સીનું કામ કરતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *