અઢી વર્ષમાં 72 નગરસેવકોએ 868 પ્રશ્ર્નો પૂછયા તેમાં કોંગ્રેસના ચાર સભ્યોની જ 200થી વધી રજૂઆત
ભાજપના મોટાભાગના સભ્યો પાર્ટીલાઇનમાં મુંગા, પૂર્વ મેયર અને ડેપ્યુટી મેયરે માત્ર બે-બે પ્રશ્ર્ન રજૂ કર્યા, મેયર-સ્ટેન્ડીંગ ચેરમેન માંડ ડબલ ડિઝિટમાં પહોંચ્યા
રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં અઢી વર્ષ દરમિયાન પૂછવામાં આવેલા પ્રશ્નોની યાદીએ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વંટોળ ઊભો કર્યો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા શાસિત આ મહાનગરપાલિકામાં 72 કોર્પોરેટર્સે કુલ 868 પ્રશ્નો પૂછ્યા છે, જેમાં કેટલાક કોર્પોરેટર્સે 67 જેટલા પ્રશ્નો ઉઠાવીને જનસમસ્યાઓને વાચા આપી છે. પરંતુ આ યાદીમાં એક નામ એવું છે જે સંપૂર્ણપણે નિષ્ક્રિય દેખાય છે ડો. દર્શિતા શાહ. વોર્ડ નંબર 5ના કોર્પોરેટર અને રાજકોટ વેસ્ટ વિધાનસભા મતવિસ્તારના ખકઅ તરીકેની તેઓ અઢી વર્ષમાં એક પણ પ્રશ્ન નથી પૂછ્યા. આ વાત જનપ્રતિનિધિ તરીકેની તેમની નેતૃત્વ ભૂમિકા પર ગંભીર સવાલો ઉભા કરે છે. બીજી તરફ કોંગ્રેસના મહીલા કોર્પોરેટર ભાનુબેન સોરાણીએ સૌથી વધુ 67 પ્રશ્નો રજુ કર્યા છે.
ડો. દર્શિતા શાહ એક અનુભવી રાજકારણી છે. તેઓ MD પેથોલોજિસ્ટ છે અને 2022માં ભાજપની ટિકિટ પર રાજકોટ વેસ્ટથી એમએલએ તરીકે ચૂંટાયા હતા. તેમની પાર્ટી પ્રોફાઇલ અનુસાર, તેઓ રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2ના કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે. તેમના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પ્રોફાઇલ પર તેઓ પોતાને ભાજપના કાર્યકર્તા તરીકે રજૂ કરે છે અને વિવિધ સામાજિક કાર્યોમાં સક્રિયતા દર્શાવે છે. પરંતુ જનરલ બોર્ડમાં પ્રશ્નો પૂછવાની બાબતમાં તેમનું શૂન્ય યોગદાન એ વાત તરફ ઇશારો કરે છે કે તેઓ જનસમસ્યાઓને સીધી રીતે ઉઠાવવામાં કેટલા પાછા પડ્યા છે.
રાજકોટ જેવા વિકસતા શહેરમાં પાણીની અછત, ટ્રાફિક સમસ્યા, આરોગ્ય સુવિધાઓ અને પર્યાવરણ જેવા મુદ્દાઓ વારંવાર ચર્ચામાં આવે છે. ડો. શાહ જેવા અનુભવી નેતાને આ મુદ્દાઓ પર પ્રશ્નો ઉઠાવીને સરકારને જવાબદાર બનાવવાની અપેક્ષા હતી. તેમની નિષ્ક્રિયતા એ વાતનું પ્રતીક છે કે કેટલાક જનપ્રતિનિધિઓ પદ પર રહીને પણ જનતાના અવાજને અવગણે છે. આ યાદીએ ભાજપના આંતરિક વ્યવસ્થા પર પણ પ્રકાશ પાડ્યો છે, જ્યાં પાર્ટીના શાસન હેઠળ પણ કેટલાક સભ્યોની જવાબદારી શંકાસ્પદ છે.
જનરલ બોર્ડમાં પ્રશ્નો પૂછવું એ કોર્પોરેટર્સની મુખ્ય જવાબદારી છે, જેમાં શહેરના વિકાસ, આરોગ્ય, પાણી, રસ્તા, સ્વચ્છતા જેવા મુદ્દાઓને વાચા આપવામાં આવે છે. અઢી વર્ષમાં સરેરાશ દરેક કોર્પોરેટરે લગભગ 12 પ્રશ્નો પૂછ્યા છે. જેમાં કોંગ્રેસના ભાનુબેન સોરાણીએ 67, વશરામભાઈ સાગઠળ્યા એ 53 અને મકળ્ુલભાઈ દાઉદાણીએ 45 પ્રશ્નો ઉઠાવીને જનહિતને પ્રાધાન્ય આપ્યું છે. આવી સ્થિતિમાં ડો. શાહનું શૂન્ય યોગદાન તેમના મતદારોને નિરાશ કરે તેવું છે. તેઓ ખકઅ તરીકે વિધાનસભામાં સક્રિય હોઈ શકે, પરંતુ મહાનગરપાલિકા જેવી સ્થાનિક સંસ્થામાં જનસમસ્યાઓને અવગણવી એ તેમની નેતૃત્વ શૈલી પર સવાલ ઉભા કરે છે. શું તેઓ પાર્ટીના આદેશોને અનુસરીને મૌન રહ્યા છે કે પછી તેમની પાસે સમસ્યાઓની જાણ જ નથી?
આવી જ રીતે મેયર પદેથી વિદાય બાદ ડો.પ્રદીપ ડવ અને ડેપ્યુટી મેયર બન્યા બાદ હરિરસ ખાટો થઇ ગયો હોય તેમ માત્ર બે-બે પ્રશ્નો પુછયા છે. કોર્પોરેશનના કુલ 72 નગરસેવકો છે તેમાંથી ભાજપના 68 કોર્પોરેટરોએ અઢી વર્ષમાં માત્ર 661 પ્રશ્નો રજુ કર્યા છે. જયારે કોંગ્રેસના માત્ર 4 કોર્પોરેટરો 207 પ્રશનો ઉઠાવ્યા છે તો મેયર અને સ્ટેન્ડીંગ ચેરમેને અનુક્રમે 10 અને 12 પ્રશ્નો પુછયા છે.

