શહેરની રાજા મોમાઈ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ પાસેથી ભાડે મેળવેલી કારનું અકસ્માત થતા જેનું નુકસાની ચૂકવવા આપેલો ચેક વગર વસુલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે કાર ભાડે મેળવનાર મહિલા નમ્રતાબેન વ્યાસને બે વર્ષની સાદી કેદની સજા અને એક મુજબનું વળતર છ ટકા લેખે ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે અને જો દંડની રકમ ન ચૂકવે તો વધુ છ માસની સજા નો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ રાજકોટ શહેરમાં રહેતા નમ્રતાબેન યશભાઈ વ્યાસ નામની મહિલાએ તાલાલા જવા માટે રાજા મોમાઈ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની પેઢી પાસેથી કાર ભાડે મેળવી શરત મુજબનું બાંહેધરી પત્રક કરી આપ્યું હતું. બાદ નમ્રતાબેન વ્યાસ કાર લઈને ગયા ત્યારે અકસ્માત થયો હતો અને કારમાં મોટું નુકસાન થયું હતું જે રકમ ચૂકવવા માટે આપેલો રૂૂપિયા 3 લાખનો ચેક વગર વસુલાતે પરત ફર્યો હતો બાદ રાજા મોમાઈ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ના સંચાલક દ્વારા નમ્રતાબેન વ્યાસને કાયદાકીય જોગવાઈ પ્રમાણે લીગલ નોટિસ પાઠવવામાં આવી હતી નોટિસ બીજી જવા છતાં સમય મર્યાદામાં નમ્રતાબેન વ્યાસએ સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે રાજા મોમાઈ ટૂટ સેલ ટ્રાવેલ્સના સંચાલક રવિ કુમાર અગ્રવાલ દ્વારા અદાલતમાં નમ્રતાબેન વ્યાસ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કરી હતી.
આ કેસ ચાલી જતા ફરીયાદીનાં વાહનની નુકશાની પેટેની કાયદેસરની લેણી રકમ અદાલતમાં સાબિત થયેલી હોય તથા વિવિધ અદાલતોનાં ચુકાદાઓને ધ્યાને લઈ નમ્રતાબેન ડો/ઓ હર્ષદભાઈ મહેતા વા/ઓ. યશભાઈ પરસોતમભાઈ વ્યાસને અદાલતે 2 વર્ષની સાદી કેદની સજા અને ચેક મુજબની રકમ દંડ પેટે ચુકવવાનો હુકમ કરેલ, જો દંડ પેટેની રકમ ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ કરેલ છે, રકમ છ ટકા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરેલ છે. રાજકોટનાં અગ્રણી ધારાશાસ્ત્રી સિધ્ધરાજસિંહ કે. જાડેજા રોકાયેલ હતાં.
