ગેરેજ પાસે ટ્રાન્સપોર્ટના માલિકને માથાકૂટ થઈ, બંન્ને કુખ્યાત શખ્સો શોધતા-શોધતા તેની ઓફિસે આવ્યા, તે ન મળ્યા તો કર્મી પર હુમલો કર્યો
હસનવાડીમાં આવેલ નાદ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ઘુસી કુખ્યાત રવી ઉર્ફે ભગત નામના શખ્સે આતંક મચાવી ગાળો બોલવાની ના પાડનાર યુવાનને છરીના સાત ઘા ઝીંકી દેતા ઘવાયેલ યુવાન સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે ભક્તિનગર પોલીસે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી.બનાવ અંગે પોપટપરા શેરી નં.14 માં ભરવાડ સમાજની વાડીમાં રહેતાં કાસમભાઈ અલ્લારખાભાઈ ચાનીયા (ઉ.વ.પર) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રવી ઉર્ફે ભગત અને જયેશ ઉર્ફે ગટીયો મહેશ દવેનું નામ આપતાં ભક્તિનગર પોલીસે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરીયાદીએ જણાવ્યું હતું કે,તેઓ સીકયોરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેઓને સંતાનમાં બે દિકરીઓ તથા એક દિકરો છે. જેમાં નાનો દિકરો 23 વર્ષીય અમન જે અપરણીત છે અને હસનવાડી શેરી નં. 3 માં આવેલ નાદ ટ્રાન્સપાર્ટમાં છેલ્લા એક વર્ષથી નોકરી કરે છે.
ગઈકાલે તેઓ 150 ફુટ રિંગ રોડ પર આવેલ આંબેડકર ચોક પાસે કૃતિ ઓનેલા બિલ્ડીંગમાં બેંકની બહાર એટીએમ ઉપર સીક્યોરીટી ગાર્ડની નોકરી ઉપર હતાં ત્યારે દસેક વાગ્યાની આસપાસ તેમના ભત્રીજા અમિત ચાનીયાનો ફોન આવેલ કે, તમારા દિકરા અમનને નાદ સર્વિસ ટ્રાન્સપોર્ટની હશનવાડી શેરી નં. 3 માં આવેલ ઓફિસ ઉપર કોઈએ છરીના ધા મારી દીધેલ છે અને તેને મધુરમ હોસ્પિટલે લાવેલ છે, તમે મધુરમ હોસ્પિટલ આવો કહેતાં તેઓ તુરંત જ હોસ્પિટલ પર દોડી આવેલ અને જોયેલ અમનને ઈમરજન્સી રૂૂમમાં સારવારમાં હતો. તેને શરીરે પીઠમાં બે જગ્યાએ, છાતીમા ત્રણ જગ્યાએ, મોઢા ઉપર દાઢીના ભાગે એક તથા હાથની હથેળીમાં છરીના ધા મારેલ હતો.
તેમનો પુત્ર બોલી શકતો નહતો તે આખો લોહી લુહાણ હાલતમાં હતો. તેમનો પુત્ર જ્યાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં કામ કરે છે તે ઓફિસના મૂળ માલીક જીતુભાઈ ટારીયા તેઓને મળેલ અને વાત કરેલ કે, ગઈકાલે તેઓ તેમના ગાયત્રી નગર શેરી નંબર ત્રણના ખૂણે આવેલ સર્વિસ સ્ટેશન પર હતા ત્યારે રાત્રિના નવ વાગે તેઓની સાથે જયેશ ઉર્ફે ગટિયો અને રવિ ઉર્ફે ભગત બંને કોઈ કારણોસર ઝઘડો કરવા લાગેલ અને તેઓને ત્યાં સર્વિસ સ્ટેશનથી ભગાડી અને કાઢી મુકેલ હતા. ત્યારબાદ રાત્રીના સાળા નવ વાગે આ બંને શખ્સો હસનવાળી શેરી નં.3 માં આવેલ નાદ સર્વિસ ટ્રાન્સપોર્ટએ જીતુભાઈ ટારીયા જેઓ તે ટ્રાન્સપોર્ટની દુકાનના માલીક હોય જેથી તેઓ ત્યાં મળશે તેમ સમજી બંને શખ્સો ત્યાં ઘસી આવી જીતુભાઈ ટારીયા બાબતે પૂછી અમન સાથે ઝઘડો કર્યો હતો.
જે બાદ રવિ ઉર્ફે ભગતે છરી કાઢી અમનને શરીરના ભાગે આડેધડ છરીના ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જે બાદ બંને શખ્સો યુવાને ત્યાં જ મૂકી નાસી છૂટ્યા હતા. બનાવ અંગેની ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી પીઆઈ એમ.એમ.સરવૈયા અને ટીમે તપાસ આદરી આરોપીની શોધખોળ આદરી હતી.
