ગોંડલમાં નશાની હાલતમાં ‘પુરવઠા વિભાગ’ના નામે રોફ ઝાડતો શખ્સ ઝડપાયો

ગોંડલ ના ગુંદાળા રોડ પરથી નશાની હાલતમાં એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. પકડાયેલ શખ્સ પોતે મામલતદાર કચેરીના પુરવઠા વિભાગમાં હોવાનું રટણ કરી પોલીસ અને…

ગોંડલ ના ગુંદાળા રોડ પરથી નશાની હાલતમાં એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. પકડાયેલ શખ્સ પોતે મામલતદાર કચેરીના પુરવઠા વિભાગમાં હોવાનું રટણ કરી પોલીસ અને લોકો સમક્ષ રોફ ઝાડી રહ્યો હતો.પોલીસે તેની આગવી સરભરા કરી નશો ઉતારી દિધો હતો.

પ્રાપ્ત વિગત મુજબ બી-ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગુંદાળા રોડ પર તેજસ સેલ્સ એજન્સી પાસે એક શખ્સ શંકાસ્પદ અને લથડિયા ખાતી હાલતમાં જોવા મળ્યો હતો. પોલીસે તપાસ કરતા આ શખ્સ દારૂૂના નશામાં હોવાનું જણાયું હતું. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ શખ્સ એક સામાજિક સંસ્થાની ઓફિસ નજીક ઉભો રહીને ત્યાં હાજર લોકો સામે પોતે સરકારી ઓફિસમાં હોય તેવો દેખાવ કરતો હતો. તે સતત એવું રટણ કરતો હતો કે તે ગોંડલ મામલતદાર કચેરીના પુરવઠા વિભાગમાં ફરજ બજાવે છે.

એટલું જ નહીં, પોતાની વગ બતાવવા માટે તેણે અનેક ઉચ્ચ અધિકારીઓના નામ પણ વટાવ્યા હતા.પોલીસ તપાસમાં પકડાયેલ શખ્સનું નામ દિવ્યેશભાઈ નીતીનભાઈ પોપટાણી ઉં.વ. 25, રહે. મહીકા નાના, તા. ગોંડલ હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની સામે પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(બ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગે તપાસ એ.એસ.આઈ. એમ.જે. ચૌહાણ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *