જામકંડોરણાની લાઈબ્રેરી તંત્રના પાપે મૃત અવસ્થામાં

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી છે જે અનુસાર દરેક વિદ્યાર્થીને સારું શિક્ષણ મળશે અને સારો નાગરિક બનશે. આ નવી લાઇબ્રેરીમાં સરકારી…

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી છે જે અનુસાર દરેક વિદ્યાર્થીને સારું શિક્ષણ મળશે અને સારો નાગરિક બનશે. આ નવી લાઇબ્રેરીમાં સરકારી નોકરી માટે અને પોતાની અભિવ્યક્તિ માટે વાંચન કરશે તો ભવિષ્યમાં સારા વ્યક્તિ, નેતા અને શિક્ષક અને ઉત્તમ નાગરીક બની શકે તો વિશ્વગુરૂૂ બનવાનુ સ્વપ્ન સાકાર બની શકસે. ત્યારે જામકંડોરણાના દરબાર ગઢ ખાતે વર્ષો જુની લાઈબ્રેરી આવેલી છે. જામકંડોરણા ગ્રામ પંચાયત આ લાઈબ્રેરીની સાર સંભાળ રાખવા બે વ્યક્તીનો પગાર ચુકવે છે. પરતું તંત્ર ની અણ આવડત કારણે આ લાઈબ્રેરી ખંઢેર હાલત બનતી જાય છે.

સરકાર દ્રારા લોકોના સારા ભવિષ્ય માટે જીલ્લા પંચાયતે જામકંડોરણા ના લોકો ને એક લાઈબ્રેરી ફાળવી છે. પરતું જામકંડોરણા ના અમુક હલકટ રાજકીય નેતાઓને અને અધીકારીને જામકંડોરણા ના લોકોની પ્રજા વાંચન કરે કરે ઈ ગમતું નથી. કેમકે લોકો વાચશે તો જ જ્ઞાન મેળવશે અને લોકોમા જ્ઞાન આવશે તો જ લોકો સવાલ કરશે. જેથી આ સવાલો થી બચવા જામકંડોરણામા નવી જીલ્લા પંચાયત આયોજીત વાંચનાલય આકાર આપવા માંગતા નથી.

હાલ જામકંડોરણામા ભુત બંગલા સામાન બની ગયેલી લાઈબ્રેરીમા કોઈ મહીલા વાંચવા માટે પગ મુકતા પણ ડરે છે. છતા બધુ જ સમુ સરખુ છે એવી વાહીયાત ફાંકા ફોજદારી કરતા અધીકારી ને નાક જ ના હોય એવી હાલત જામકંડોરણા ની પુસ્તકાલય મા જોવા મળી રહી છે. તેમ છતા જામકંડોરણા ની ગ્રામ પંચાયત એવી કઈ બકરી ડબ્બે પુરાયેલી છે.

વર્ષોથી બે.. બે પગાર ચુકવા છતાય આ લાઈબ્રેરી ની હાલત સુધારી શકતી નથી. ઈ વાત જામકંડોરણાની પ્રજાને સમજાતી નથી. અને ખુલ્લા મંચ પર થી આ લાઈબ્રેરી વિષે ચર્ચા કરવા જામકંડોરણામા કોઈ સક્ષમ અને સબળ અધિકારી સરકાર નીમણુંક જ નથી કરી કે મગનુ નામ મરી પાડી શકે.

છતાય છાસવારે હોંસયારી મારતા નેતાઓ હાલ મૃત અવશ્થા પડેલી લાઈબ્રેરીના અંતીમ દર્શન કરવા આવે જામકંડોરણાની પ્રજા નમ્ર સભર અપીલ કરી રહી છે. છતાય જામકંડોરણામાંથી એકલ દોકલ સીવાય કોઈ વ્યકતી આ લાઈબ્રેરીમા પગ પણ મુકતું નથી. શરમ અનુભવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *