પિતાએ પુત્રને જેલમાંથી છોડાવવા લોન લીધી, કોર્ટમાં પૈસા જમા કરાવવા જતા રસ્તામાં ગઠિયાએ સેરવી લીધા

રૈયાધારમાં રહેતા પ્રૌઢે પોલીસમાં ફરિયાદ નોંધાવી, પુત્ર ખાધા ખોરાકીના કેસમાં મોરબી જેલમાં છે રૈયાધાર સ્લમ કવાર્ટરમાં રહેતા જેન્તીભાઈ લાખાભાઈ મુછડીયા(ઉવ.53) નો દીકરો ખાધા ખોરાકીના ગુનામાં…

રૈયાધારમાં રહેતા પ્રૌઢે પોલીસમાં ફરિયાદ નોંધાવી, પુત્ર ખાધા ખોરાકીના કેસમાં મોરબી જેલમાં છે

રૈયાધાર સ્લમ કવાર્ટરમાં રહેતા જેન્તીભાઈ લાખાભાઈ મુછડીયા(ઉવ.53) નો દીકરો ખાધા ખોરાકીના ગુનામાં જેલમાં હોય તેમને છોડાવવા માટે જેન્તીભાઈએ એક લાખની લોન લીધી હોય જે લોન ની રકમ મોરબી કોર્ટમાં ભરવા જયંતીભાઈ અને તેમના ભાભી માધાપર બસ સ્ટેશનમાં આવેલી બસમાં બેસવા જતા કોઈ અજાણ્યો ચોર ભીડનો લાભ લઇ જેન્તીભાઈના ખિસ્સામાંથી 60 હજારની ચોરી કરી લઇ જતા તેઓએ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.જેન્તીભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારે સંતાનમા બે દિકરા તથા બે દિકરીઓ છે.

મારો મોટો દીકરો મહેશ જેન્તીભાઈ મુછડીયા છે અને મારા દિકરા મહેશની પત્ની જયાબેન છેલ્લા ચાર વર્ષથી રીસામણે હોય અને જયાબેને મારા દિકરા ઉપર ખાધા ખોરાકીનો કેશ મોરબી ફેમિલી કોર્ટમા કરેલ હોય જેથી મારો દીકરો જેલમા હોય અને આ દિકરાને છોડાવવા માટે અને ખાધા ખોરાકીના રુપિયા ભરવા માટે અમોએ એક લાખની લોન કરેલ હતી.જે એક લાખ કોર્ટમા ભરવાના હતા.

ગઈ તા. 11/02ના સવારના સાડા આઠેક વાગ્યાની આસપાસ અમો અમારા ઘરેથી એક લાખને દશ હજાર રોકડા રુપિયા લઈને મોરબી જવા માટે નિકળેલા જેમા મારી પાસે રોકડા રુપિયા 60,000/- તથા મારા ભાભી હંસાબેન રમેશભાઈ જાદવ પાસે 50,000/- રોકડા એમ બંન્ને અલગ અલગ રકમ લઈને નિકળેલા અને માધાપર ચોકડી ખાતે બસની રાહ જોઈને ઉભા હતા. મારા પેન્ટના આગળના ખિસ્સામા રુપિયા 60,000/- રાખેલ હતા.આ દરમ્યાન દશેક વાગયાની આસપાસ રાજકોટ થી હળવદ જતી બસ આવેલ અને હુ તથા મારા ભાભી બંન્ને આ બસમા ચઢેલા અને આ દરમ્યાન મારા ખિસામા રુપિયા 60,000/- રોકડા હતા.

બાદ મે ટિકિટ લેવા માટે રુપિયા ચેક કરતા મારા ખિસ્સામા રાખેલ રુપિયા મને જોવા મળ્યા નહીં જેથી મે તરત કંડકટરને જાણ કરેલ જેથી મને તથા મારા ભાભી હંસાબેન બંન્ને બેડી ચોકડી ખાતે બસમાથી નીચે ઉતરેલ અને તરત માધાપર ચોકડી ખાતે આવેલ અને આ બસમા હુ ચઢતી વખતે મારા ખિસામા રાખેલા 60,000/- રોકડા કોઈ અજાણયો ઈસમ ભીડનો લાભ લઈને અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલ હોય જેથી ગાંધીગ્રામમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *