રાજકોટમાં બે યુવાન સહિત પાંચ લોકોના હાર્ટએટેકથી મોત

સદ્ભાવના વૃદ્ધાશ્રમના બે વૃદ્ધના હૃદય બેસી ગયા શાપર વેરાવળના આદર્શ વિહાર પાસે રહેતો શતેન્દ્ર શિવનાથ વર્મા (ઉં.વ.31) નામનો યુવાન રાતે દસેક વાગ્યે રૂૂમ પર બેભાન…

સદ્ભાવના વૃદ્ધાશ્રમના બે વૃદ્ધના હૃદય બેસી ગયા

શાપર વેરાવળના આદર્શ વિહાર પાસે રહેતો શતેન્દ્ર શિવનાથ વર્મા (ઉં.વ.31) નામનો યુવાન રાતે દસેક વાગ્યે રૂૂમ પર બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં લોધીકા પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર શતેન્દ્રને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. પોતે કંપનીમાં કોન્ટ્રાકટર તરીકે કામ કરતો હતો. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્યું હતું.

બીજા બનાવમાં ખોખડદડ પાસે રહેતા ભરત ઠાકરસી રંગાણી(ઉ.29)આજે સવારે બેભાન થઈ જતા તેમને સારવારમાં ખસેડાતા હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું.ત્રીજા બનાવમાં ગોંડલ રોડ સદભાવના વૃદ્ધાશ્રમમાં રહેતા પ્રવીણભાઈ મંગનભાઈ કાનાબાર(ઉ.55) અને દિલીપભાઈ હરિલાલભાઈ બાબરીયા (ઉ.60) બેભાન થઈ જતા તેમનું મોત નીપજ્યું હતું.

અન્ય બનાવમાં નાનામવા રોડ શ્યામનગરમાં રહેતા અતુલભાઈ દયાળજીભાઈ લાઠીયા (ઉ.45) નામના આધેડ ગઈકાલે સાંજે અચાનક બેભાન થઈ જતા તેમનું મોત નિપજયું હતું.તેમને સંતાનમાં એક દીકરો બે દીકરી છે.તેઓ પેઈન્ટર હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *