આજી નદીમાં દિવાલ અને ટી.પી.રોડ રાતોરાત બનાવી દેવાશે

જંગલેશ્ર્વરમાં આજે સવારથી ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. નદીકાંઠાના 997 મકાનો અને ટી.પી.રોડ પર આવતાં 447 મકાનો તોડી પાડવાની કામગીરી શરૂ કર્યા બાદ તમામ…

જંગલેશ્ર્વરમાં આજે સવારથી ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. નદીકાંઠાના 997 મકાનો અને ટી.પી.રોડ પર આવતાં 447 મકાનો તોડી પાડવાની કામગીરી શરૂ કર્યા બાદ તમામ સ્થળેથી મલવો યુધ્ધના ધોરણે હટાવવામાં આવી રહ્યો છે. પરંતુ અગાઉ પણ અમુક સ્થળોએ દબાણો હટાવ્યા બાદ ફરી વખત ગેરકાયદેસર બાંધકામો થઈ ગયા તેઓ કળવો અનુભવ તંત્રને થઈ ગયેલ હોય હવે આગમ ચેતીના પગલાંના ભાગરૂપે નદીના પટમાં આવતાં તમામ મકાનોનું ડિમોલિશન કર્યા બાદ યુધ્ધનાં ધોરણે દિવાલ ચણી લેવામાં આવશે. તેવી જ રીતે ટી.પી.રોડના બાંધકામો તોડી જગ્યા સાફ કર્યા બાદ તુરંત ડામર રોડ બનાવી લેવામાં આવશે તેમ તંત્રમાંથી જાણવા મળેલ છે.

ડિમોલિશનની કામગીરીમાં રોકાયેલ ઉચ્ચ અધિકારીઓમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ, આજે સવારથી ડિમોલીશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે રાત સુધીમાં પૂર્ણ થવાની સંભાવના જોવાઈ રહી છે ત્યારે તમામ દબાણોનો મલબો દૂર થયા બાદ આ સ્થળ ઉપર સિકયોરિટી રાખવા અસંભવ છે તેવી જ રીતે વર્ષો પહેલા અનેક સ્થળે દબાણો દૂર કર્યા બાદ તંત્ર દ્વારા આ સ્થળ પર કોઈ જાતની કાર્યવાહી ન કરાતાં ફરી વખત દબાણો થઈ ગયા હતાં. નદીકાંઠાના વિસ્તારમાંથી પણ અનેક વખત ચોમાસા દરમિયાન ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા છતાં ચોમાસા બાદ આ બાંધકામો ફરી વખત થઈ જાય છે. તેવી જ રીતે ટી.પી.રોડના બાંધકામો પણ અમુક સ્થળે ફરી વખત ઉભા થઈ જતાં હોય આ વખતે તંત્ર દ્વારા ખાલી થયેલ 90,000 ચો.મી.જગ્યાનો તુરંત ઉપયોગ થઈ શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. નદીકાંઠાના સૌથી વધુ 997 મકાનો તોડી પાડયા બાદ જગ્યા સંપૂર્ણપણે સાફ કરી યુધ્ધના ધોરણે નદીનો પ્રવાહ વહેતો હોય ત્યાં સુધી વિસ્તારમાં દિવાલ ઉભી કરી દેવામાં આવશે. જેના લીધે ફરી વખત દબાણો થતાં અટકશે.

અધિકારીઓએ વધુમાં જણાવેલ કે ટી.પી.રોડ પર આવતાં સંપૂર્ણ મકાનો તોડી પડાયા બાદ ત્યાં ફરી વખત દબાણ થતું નથી પરંતુ રોડમાં દબાણરૂપ મકાનનો અમુક ભાગનું ડિમોલિશન કર્યા બાદ લાંબા સમય સુધી રોડ ન બને ત્યારે ફરી વખત દબાણકર્તાઓ એ જ પ્રકારનું બાંધકામ કરી લેતાં હોય છે આથી જંગલેશ્ર્વરમાં ટી.પી.રોડ પર 447 મકાનો તોડવામાં આવશે અને આ તમામ મકાનોનું મલબો હાલ યુધ્ધના ધોરણે હટાવવામાં આવી રહ્યો છે. છતાં બંદોબસ્ત અને ડિમોલિશનની કામગીરી ચાલુ છે તે દરમિયાન જ બાંધકામો દૂર થયા હોય તેવા ટી.પી.ના રોડ પર તાત્કાલીક મારકીંગ કરવામાં આવશે અને અગાઉથી તૈયાર રાખેલ કોન્ટ્રાકટર દ્વારા નિયત કરેલ પહોળાઈનો રોડ બનાવવા માટે તુરંત કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

જંગલેશ્ર્વરમાં જે વિસ્તારમાં ટી.પી.રોડ ઉપર દબાણો દૂર કરવામાં આવ્યા છે ત્યાં યુધ્ધના ધોરણે પેવર રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આમ અગાઉ અનેક વખત કડવો અનુભવ થયેલ છે તેને યાદ કરીને તમામ ડિમોલિશનની જગ્યાનો ઉપયોગ કરી નદી કાંઠે દિવાલ અને નવા ટી.પી.પેવર રોડ તાત્કાલીક ધોરણે બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *