અફીણ-ગાંજાનું આખું ખેતર ઝડપાયું, 11 કરોડનો જથ્થો કબ્જે

ભાવનગર જિલ્લાના સખવદર ગામે પોલીસનો દરોડો, 1187 કિલો ગાંજો અને 26 કિલો અફીણના ડોડા કબજે ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સખવદર અને સર ગામની સીમમાં શિહોર…

ભાવનગર જિલ્લાના સખવદર ગામે પોલીસનો દરોડો, 1187 કિલો ગાંજો અને 26 કિલો અફીણના ડોડા કબજે

ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સખવદર અને સર ગામની સીમમાં શિહોર પોલીસે એક મોટી કાર્યવાહી કરીને રૂૂ. 10.92 કરોડની કિંમતનો માદક પદાર્થોનો જથ્થો ઝડપી પાડ્યો છે. ’મરબીવાળુ ઢોળાવ’ તરીકે ઓળખાતા વાડી વિસ્તારમાં પ્રતિબંધિત અફીણ અને ગાંજાની ખેતી થતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી બે શખ્સોની ધરપકડ કરી છે.

ઘટનાની વિગત મુજબ ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર તથા ભાવનગર જિલ્લા પોલીસ અધીક્ષક નિતેશ પાંડેય ની સૂચનાથી શિહોર ડિવિઝનના નાયબ પોલીસ અધીક્ષક જે.એચ. દહિયાના માર્ગદર્શન હેઠળ શિહોર પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.ડી. જાડેજા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ધર્મપાલસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, સખવદર ગામની સીમમાં શંભુભાઈ અને ભોળાભાઈ નામના વ્યક્તિઓ પોતાની વાડીમાં ગેરકાયદેસર રીતે અફીણ અને ગાંજાનું વાવેતર કરી રહ્યા છે.

બાતમીવાળા સ્થળે પોલીસે દરોડો પાડતા ખેતરમાંથી મોટી માત્રામાં નશીલા પદાર્થો મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી 1087.52 કિલો ગ્રામ અફીણના લીલા છોડ (કિંમત રૂૂ. 10,87,68,000/-), 26.060 કિલો ગ્રામ સુકેલ અફીણ ડોડા (કિંમત રૂૂ. 3,60,900/-) અને 19.140 કિલો ગ્રામ લીલો ગાંજો (કિંમત રૂૂ. 1,91,400/-) મળી કુલ રૂૂ. 10,92,85,300/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઉપરાંત મોબાઈલ ફોન અને જમીનના દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

પોલીસે આ મામલે સખવદર ગામના રહેવાસી (1) શંભુભાઈ ઉર્ફે મનુભાઈ ઉર્ફે રંભાભાઈ રૂૂપાભાઈ ચૌહાણ (ઉં.વ. 55) અને (2) ભોળાભાઈ રૂૂપાભાઈ ચૌહાણ (ઉં.વ. 53) સામે ગઉઙજ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આટલી મોટી માત્રામાં નશીલા પદાર્થોનું વાવેતર અને તેનું વેચાણ ક્યાં થવાનું હતું તે દિશામાં પોલીસે વધુ તપાસ તેજ કરી છે. શિહોર પોલીસની આ કામગીરીથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *