જસદણના કનેસરામાં દીપડાના હુમલામાં ઘાયલ પૂજારીએ સારવારમાં દમ તોડ્યો

    જસદણ તાલુકાના કનેસરા ગામે શનિવારે વહેલી સવારે જરિયા મહાદેવ મંદિરમાં દીપડાએ ત્રાટકીને મહંત સહિત ત્રણ પર હુમલો કર્યો હતો અને તેમાં મહંતનો આબાદ…

 

 

જસદણ તાલુકાના કનેસરા ગામે શનિવારે વહેલી સવારે જરિયા મહાદેવ મંદિરમાં દીપડાએ ત્રાટકીને મહંત સહિત ત્રણ પર હુમલો કર્યો હતો અને તેમાં મહંતનો આબાદ બચાવ થયો હતો જ્યારે સેવક તેમજ હોગોકીરાના પગલે દોડી આવેલા પાસેની વાડીના માલિકને પણ દીપડાએ ઇજા કરી હતી.જેમાં સેવક સેવાભાઇ લીંબડિયાની ઇજા જીવલેણ નીવડી હતી અને તેમનું મોત નીપજ્યું હતું.

જ્યારે જસદણમાં સારવાર લઇ રહેલા કેશુભાઇની સ્થિતિ સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, ગઈકાલે વહેલી સવારે જ્યારે ગામમાં શાંતિનો માહોલ હતો, ત્યારે એક હિંસક દીપડો જરીયા મહાદેવ મંદિરમાં ચઢી આવ્યો હતો. આ દીપડાએ જોતજોતામાં મંદિરના પૂજારી સહિત બે વ્યક્તિ પર ઓચિંતો હુમલો કર્યો હતો.

આ હુમલામાં સ્થાનિક મંદિરના પૂજારી સવાભાઈ લીંબડીયાને ખભા પર અને ગરદન પર દીપડાના નહોર લાગી જતાં તેઓ ગંભીર રીતે લોહીલુહાણ થયા હતા. હુમલા બાદ ગંભીર હાલતમાં સવાભાઈને તાત્કાલિક અસરથી રાજકોટની સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ઈજા અત્યંત ગંભીર હોવાને કારણે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

એક તરફ હિંસક દીપડો પકડાઈ જવાથી ગામમાં ભય ઓછો થયો છે, પરંતુ બીજી તરફ એક નિર્દોષ પૂજારીએ જીવ ગુમાવતા અનેક સવાલો ઊભા થયા છે. વન્ય પ્રાણીઓના રહેણાંક વિસ્તારોમાં વધતા જતા આક્રમણ અને હુમલાની ઘટનાઓ હવે સ્થાનિકો અને તંત્ર માટે ચિંતાનો ગંભીર વિષય બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *