જેતપર-રાપર ગામ નજીક દુર્ઘટના સર્જાઇ
મોરબીના મહેન્દ્રનગર ગામના બે યુવાનો કારમાં જેતપર રાપર રોડ પરથી જતા હતા ત્યારે કોઈ કારણોસર કાર નાળામાં ખાબકી હતી જે દુર્ઘટનામાં બંને આશાસ્પદ યુવાનના કરૂૂણ મોત થયા છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામના રહેવાસી નિલેશભાઈ પ્રાણજીવનભાઈ કાનાણી 34 વર્ષ અને ભીખાભાઇ નીતિનભાઇ તલસાનીયા 30 વર્ષ એમ બંને યુવાનો કાર જીજે 36 એફ 6095 લઈને જેતપર રાપર ગામ નજીકથી પસાર થતા હતા ત્યારે કોઈ કારણોસર કાર નાળામાં ખાબકી હતી જે ઘટનાની જાણ થતા સ્થાનિકો દોડી ગયા હતા બંને યુવાનોને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફત જેતપર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા ફરજ પરના તબીબે બંને યુવાનોને જોઈ તપાસીને મૃત કર્યા હતા.
બનાવની જાણ થતા તાલુકા પોલીસના વિજયભાઈ મિયાત્રા અને રવિભાઈ રબારીની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અકસ્માતના બનાવમાં બે આશાસ્પદ યુવાનના મોતને પગલે મહેન્દ્રનગર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પશુ ભરેલું વાહન ઝડપાયું
લક્ષ્મીનગર ગામ નજીકથી બોલેરોમાં ખીચોખીચ 15 અબોલ જીવને ભરીને ગેરકાયદે પરિવહન કરનાર અને પાયલોટીંગ કરનાર સહીત બે બોલેરો વાહન સહિતનો મુદામાલ ગૌરક્ષકોએ ઝડપી લઈને પોલીસ મથકને સોપ્યો હતો પોલીસે ત્રણ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે.
મોરબીની વેરાઈ શેરીમાં રહેતા ચેતનભાઈ ચંદ્રકાંતભાઈ પાટડીયા (ઉ.વ.32) વાળાએ આરોપીઓ શનાવલા સાજમહમદ મલિક, અબ્બાસ રહેમાન લાખા અને એક બાળ કિશોર સહીત ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ પોતાના કબ્જાવાળી બોલેરો પીકઅપ જીજે 12 સીટી 8399 અને બોલેરો જીજે 03 ઝેડ 7805 વાળીમાં ભેંસના પાડા નંગ 15 ક્રુરતાપૂર્વક ભરી ઘાસચારો કે પાણીની સગવડ રાખ્યા વિના પરિવહન કરતા મળી આવ્યા હતા પોલીસે રૂૂ 10.80 લાખનો મુદામાલ કબજે લઈને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
