ડ્રાઈવિંગ લાઈસન્સ માગતા ન હોવાનું જણાવતાં પોલીસે બાઈક ડીટેન કર્યુ હતું
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં પોલીસ ચોકી પાસે ટ્રાફિક ચેકિંગ દરમિયાન એક એડવોકેટ, તેમની પત્ની અને પુત્રી સામે પોલીસની ફરજમાં રૂૂકાવટ અને ગેરવર્તન બદલ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટના રાજુલા એસટી બસસ્ટેન્ડ સામે જાહેર રોડ પર બની હતી.રાજુલા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ એસ.બી. જાની અને સ્ટાફ દ્વારા વાહન ચેકિંગની કામગીરી ચાલી રહી હતી. તે સમયે આરોપી અરવિંદ ખુમાણ પોતાનું બાઇક (રજિસ્ટ્રેશન નંબર GJ23BF 2648) લઈને પસાર થતાં તેમને રોકવામાં આવ્યા હતા.
પીએસઆઈએ બાઇકના કાગળો અને ડ્રાઇવિંગ લાયસન્સ માંગતા, આરોપી પાસે તે ઉપલબ્ધ ન હોવાનું જણાવ્યું હતું.કાગળો ન હોવાથી પીએસઆઈએ વાહનને એમ.વી. એક્ટ 207 મુજબ ડિટેઇન કરવાની કાર્યવાહી કરવાની વાત કરી.આ સાંભળીને આરોપી ગુસ્સે ભરાયા હતા. તેમણે પીએસઆઈને ધમકી આપી કે તેમના પતિ એડવોકેટ છે અને જો વાહન ડિટેઇન કરાશે તો પોલીસ મુશ્કેલીમાં મુકાશે. આરોપી અને તેમના પરિવારજનોએ પીએસઆઈ તથા સ્ટાફને બિભત્સ શબ્દોમાં ગાળો આપી ગેરવર્તન કર્યું હતું.
આરોપીએ પોતાનો ફોન જમીન પર પછાડીને ધમકી આપી હતી કે તેઓ અને તેમની દીકરી ખોટી રીતે હોસ્પિટલમાં દાખલ થઈને પોલીસ દ્વારા માર માર્યાની ફરિયાદ કરશે. પોલીસ સ્ટાફ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરવા છતાં, આરોપીઓએ ઉશ્કેરાઈને ગાળાગાળી ચાલુ રાખી અને પોલીસની કાયદેસરની ફરજમાં રૂૂકાવટ ઊભી કરી. આ મામલે રાજુલા પોલીસ સ્ટેશનમાં આરોપી હર્ષાબેન અરવિંદભાઈ ખુમાણ, ક્રિષ્નાબેન અરવિંદભાઈ ખુમાણ અને એડવોકેટ અરવિંદભાઈ ખુમાણ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.આ ગુનાની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. આર.એન. રાઠોડ ચલાવી રહ્યા છે.
