એક ‘હતું’ જંગલેશ્ર્વર : બુલડોઝરોનું વિનાશક તાંડવ

રાજકોટના આજી નદીના કાંઠે કલેક્ટર તંત્રના તાબાની આશરે એક લાખ ચોરસ મીટર જમીન પર 1358 અને મહાનગરપાલિકાની આશરે 89 હજાર ચો.મી.જમીન ઉપર છેલ્લા પાંચ-છ દાયકાથી…

રાજકોટના આજી નદીના કાંઠે કલેક્ટર તંત્રના તાબાની આશરે એક લાખ ચોરસ મીટર જમીન પર 1358 અને મહાનગરપાલિકાની આશરે 89 હજાર ચો.મી.જમીન ઉપર છેલ્લા પાંચ-છ દાયકાથી ઉભેલા જંગલેશ્ર્વર સહિતની પાંચ સોસાયટીના ગેરકાયદે દબાણો પૈકી મહાનગરપાલિકાની જમીન ઉપર ઉભેલા 1489 ગેરકાયદે બાંધકામો તોડવા માટે આજે સવારથી મેગાડિમોલશન હાથ ધરાયુ છે. ત્યારે ગુનાખોરી માટે કુખ્યાત સમગ્ર જંગલેશ્ર્વર વિસ્તારમાં સરકારી બુલડોઝરોએ તાંડવ મચાવ્યુ હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. રહેવાસીઓની લાચારી અને રોકકળ વચ્ચે ઘરવખતી બચાવવાના પ્રયાસોથી ભારે કરૂણ દૃશ્યો સર્જાયા છે. ઓપરેશન દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ બને નહીં તે માટે 2500થી વધુ પોલીસ-અર્ધલશ્કરી દળોના જવાનો ઉતારવામાં આવ્યા છે. તમામ ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ ઉપર સતત હાજર છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને ભારે ઉચાટભર્યા વાતાવરણ વચ્ચે બુલડોઝરોની ધણધણાટી ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *