ગોંડલના જૂના માર્કેટીંગ યાર્ડમાં યુવાન પર છરીથી હુમલો કરનાર રાજકોટથી ઝડપાયો

ગોંડલના જૂના માર્કેટ યાર્ડની દુકાન નંબર 51માં એક વ્યક્તિ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને રાજકોટથી ઝડપી પાડ્યો છે.…

ગોંડલના જૂના માર્કેટ યાર્ડની દુકાન નંબર 51માં એક વ્યક્તિ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને રાજકોટથી ઝડપી પાડ્યો છે. જૂના માર્કેટ યાર્ડમાં આવેલી દુકાનમાં જુસબશાહ મામદશાહ રફાઈ (ઉં.વ. 40) પર હુમલો થયો હતો. હુમલામાં જુસબશાહ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ ઘટનાની તપાસ માટે સર્વેલન્સ સ્ટાફને કામે લગાડ્યો હતો. ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી, પોલીસે આરોપી રફીકશા ભીખુશા સહરોદી ફકીર (રહે. ભગવતપરા શેરી, ગોંડલ) ને રાજકોટથી ઝડપી પાડ્યો હતો. આરોપી ગુનો આચરીને ફરાર થઈ ગયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે રૂૂપિયાની લેતીદેતીના મામલે થયેલી તકરાર ઉગ્ર બનતા રફીકશાએ છરી વડે હુમલો કર્યો હતો. પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *