તમે એકબીજાને અડીને કેમ બેઠા છો ? બે લુખ્ખાનો આતંક, પતિને ઢીકાપાટુનો માર મારી પત્નીની છેડતી કરી

વાવડી ગામ નજીકના વિસ્તારમાં રહેતી પરિણીતા પુત્ર સાથે પતિના સ્કુટર પાછળ બેસી કપડાની ખરીદી કરવા જઈ રહી હતી.ત્યારે બાઈકમાં ધસી આવેલા બે શખ્સોએ તેને આંતરી…

વાવડી ગામ નજીકના વિસ્તારમાં રહેતી પરિણીતા પુત્ર સાથે પતિના સ્કુટર પાછળ બેસી કપડાની ખરીદી કરવા જઈ રહી હતી.ત્યારે બાઈકમાં ધસી આવેલા બે શખ્સોએ તેને આંતરી ગાળો દઈ તેના પતિને મારકુટ કરી તેની છેડતી કર્યાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પરિણીતાએ પોલીસને જણાવ્યું કે આજે બપોરે તે તેના પતિ અને અઢી વર્ષના પુત્ર સાથે સ્કુટર પર ઘરેથી હુડકો નજીક કપડા લેવા જવા રવાના થઈ હતી તે 80 ફૂટ રોડ પર પહોંચતા બાઈક પર ધસી આવેલા બે અજાણ્યા શખ્સોએ રોડ વચ્ચે તેનું બાઇક આડુ નાખી સ્કુટર ઉભુ રખાવ્યું હતું.એક શખ્સે તેની પાસે જઈ પતિને તમે એક બીજાને અડીને કેમ બેઠા છો કહેતા તેને અમે પતિ-પત્ની છીએ તેવા જવાબ આપતા એક શખ્સે તેના પતિનો કાઠલો પકડી તારે શું પાવર છે? તું મને ઓળખતો નથી, આજ તો તારૂૂ પુરુ કરી નાખીશ કહીં ધમકી આપી બંનેએ મારકુટ શરૂૂ કરી હતી.

તે છોડાવવા વચ્ચે પડતાં એક શખ્સે તેને પણ ગાળો દઈ છેડતી કરી ધક્કો મારી દીધો હતો. લોકો એકઠા થઈ જતા બંને શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા. તાલુકા પોલીસના પી.એસ.આઈ. મહારાજ સહિતના સ્ટાફે ગુનો દાખલ કરી તપાસ કરી બંને આરોપી વિપુલ પરસોત રાઠોડ (ઉ.વ.22, રહે. જેતાકુબા ગામ,તા.લોધીકા) અને રૂૂત્વિક રમેશભાઈ વઘેરા (ઉ.વ.24, રહે. રૈયાધાર)ની ધરપકડ કરી હતી.એક આરોપી રેપીડોમાં કામ કરે છે.જ્યારે બીજો ડ્રાઈવીંગ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *