સાઉન્ડ સીસ્ટમનો સામાન ખરીદી ભાણવડના વેપારીએ રૂા.8.83 લાખનો ધુંબો મારી દીધો

શહેરના ભૂપેન્દ્ર રોડ પર ઈલેકટ્રોનિકની દુકાન ધરાવતાં વેપારી પાસેથી ભાણવડના વેપારીએ સાઉન્ડ સિસ્ટમનો સામાન ખરીદી રૂા.8.83 લાખનો ધુંબો મારી દીધાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.…

શહેરના ભૂપેન્દ્ર રોડ પર ઈલેકટ્રોનિકની દુકાન ધરાવતાં વેપારી પાસેથી ભાણવડના વેપારીએ સાઉન્ડ સિસ્ટમનો સામાન ખરીદી રૂા.8.83 લાખનો ધુંબો મારી દીધાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. દોઢ વર્ષથી અવારનવાર ખરીદી કરતાં વેપારીએ રૂા.8.83 લાખ ન ચુકવી છેતરપીંડી કરી હતી. આ અંગે એ-ડીવીઝન પોલીસે ભાણવડના વેપારી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, કાલાવડ રોડ પર કોટેચા ચોક પાસે નાલંદા પાર્ક શેરી નંબર 2 માં પેસિફિક ઓરા એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી નેહલભાઈ હરસુખભાઈ વૈદ્ય (ઉ.વ. 44) દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભાણવડમાં રહેતા નરેશ રામાભાઈ ગોજીયાનું નામ આપ્યું છે. વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને રાજકોટમાં ભુપેન્દ્ર રોડ પર રાજેશ્રી સિનેમા પાસે મબરૂૂખ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં કિંગ ઇલેક્ટ્રોનિક નામની દુકાન આવેલી છે જેમાં સાઉન્ડ સિસ્ટમના સાધનોનું વેચાણ કરે છે.

ગઈ તા. 31/8/2024 ના ભાણવડના કબરકા ગામે રહેતા નરેશ ગોજીયા જે ભાણવડમાં ક્રિષ્ના સાઉન્ડ નામે દુકાન ધરાવતો હોય તેઓ જેઠાભાઈ જેઓ શ્રીરામ સાઉન્ડ નામે દુકાન ભાટીયામાં ધરાવે છે જે ફરિયાદીના જુના ગ્રાહક હોય જેથી તેની સાથે નરેશ ગોજીયા દોઢેક વર્ષ પહેલાં વેપારીની દુકાને આવ્યો હતો અને સાઉન્ડના સાધનો પસંદ કરી જેની કિંમત રૂૂપિયા 4.60 લાખ અને રોકડ રૂૂ. 50,000 જમા કરાવ્યા હતા. ત્યારબાદ આ નરેશ તારીખ 13/9/2024 ના દુકાને આવ્યો હતો અને તેણે લખાવેલ માલના રૂૂપિયા 50,000 બેંક દ્વારા જમા કરાવી ગયો હતો. તા. 16/9/ 2024 ના નરેશ અહીં દુકાને આવ્યો હતો અને રોકડ રૂૂપિયા પાંચ લાખ જમા કરાવ્યા હતા અને 8,19,850 ના માલ ની ખરીદી કરી હતી.

ત્યારબાદ અવારનવાર દુકાને આવી સાઉન્ડ સિસ્ટમને લગતો સામાન લઈ જતો હોય અને આ દરમિયાન બે વખત માલ પસંદ ન પડતા પરત કર્યો હતો.વેપારીએ તેને વેચેલ કુલ માલ રૂૂપિયા 24,27,320 માંથી તારીખ 16/9/2025 સુધીમાં 15,44,100 જમા કરાવ્યા હતા પરંતુ બાકી રહેતા રૂૂપિયા 8.83 લાખ જમા કરાવ્યા ન હતા જે બાબતે અવારનવાર માંગણી કરવા છતાં બહાનાઓ બતાવી થોડા દિવસોમાં પૈસા આપી દઈશ તેવું કહી પૈસા ન આપી વેપારી સાથે વિશ્વાસઘાત કર્યો હોય જેથી તેમણે આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી જરૂૂરી કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *