આજી વસાહત પાસે આવેલા આંબેડકર નગરમાં રહેતી યુવતીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી છે પિતા અને કાકાને જમીન બાબતે ઝઘડો થયા બાદ પગલુ ભરી લીધું હતું. વધુ વિગતો મુજબ,આજી વસાહત પાસે આંબેડકર નગરમાં રહેતા પૂજાબેન પ્રવીણભાઈ ચાવડા નામની 18 વર્ષની યુવતીએ ગઈકાલે રાત્રિના સમયે ફિનાઇલ પી લેતા તેમને સારવાર માટે ખસેડવામાં આવી છે.તેમના કાકા જગદીશભાઈ અને પિતાને જમીન બાબતે ઝઘડો થતા આ પગલું ભરી લીધું હતું.
પૂજા ઇમિટેશનનું કામ કરે છે.પિતા મજૂરી કામ કરે છે. જ્યારે બીજા બનાવમાં ભગવતીપરામાં નંદનવન સોસાયટીમાં રહેતા નેમિશ ચંદ્રેશભાઈ ગોહિલ(ઉ.27)ને ગઈકાલે રાત્રે મોરબી રોડ પર બેડી ચોકડી પાસે હતો ત્યારે ભીમો,જગો,સાગર અને તેની સાથેના અજાણ્યા શખ્સે માર મારતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.
