ભાગીદારીમાં પેઢી શરુ કરી ડેટા અન્ય કંપનીમાં ટ્રાન્સફર કરનાર દંપતી સામે ગુનો નોંધાયો
ઇન્દિરા સર્કલ પાસે રહેતા પ્લાસ્ટિક બેગના વેપારી સહિત બે વેપારી સાથે સોફટવેર ડેવલોપમેન્ટ ના નામે રૂૂ.1.17 કરોડની છેતરપીંડી થતા આ મામલે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાઈ છે જેમાં મુંબઇના દંપતી સહિતના સામે ગુનો નોંધાયો છે.
મળતી વિગતો મુજબ 150 ફૂટ રીંગરોડ પર ઇન્દિરા સર્કલ પાસે સવન સાઈન એપાર્ટમેન્ટમાં રહેતાં નિલેશભાઈ હસમુખલાલ તુરખીયા (ઉવ.46) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રવનીત રાધવ કપુર અને રાઘવ અનિલ કપૂર (રહે, બી-303, ડોમેન હાઇટસ, ફલેટ નં.1303, શ્યામલ ચાર રસ્તા સેટેલાઈટ, અમદાવાદ, મુળ બાંદ્રા(વેસ્ટ) મુંબઇ) નું નામ આપતાં આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે ગુનો નોંધી તપાસ આદરી હતી. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓને મહાવીર પોલીપ્રીન્ટ, 12/3 ભકિતનગર સ્ટેશન પ્લોટ, મહાવીર ચેમ્બરમાં આવેલ ઓફીસમાં પ્લાસ્ટીકની બેગનો વેપાર કરે છે.
તેઓએ રવનીત કપુર સાથે મળી તા.31/01/2022 ના નવકાર ટેકનોલોજી એન્ડ કોમ્યુનીકેશ નામે સોફટવેર ડેવલોપમેન્ટ માટેની પેઢી શરૂૂ કરેલ હતી. ફરીયાદી મહાવીર પોલીપ્રી નામની પેઢીમાંથી પ્લાસ્ટીક બેગનુ વેચાણ કરવાનું કામકાજ કરતાં ત્યારે વર્ષ 2008 મા રવનીત કપૂર તથા તેઓના પતિ રાધવ કપુરને મુંબઇમાં પ્લાસ્ટીકના દાણાનુ ટ્રેડીંગનું કામકાજ હોય અને પ્લાસ્ટીકની બેગ બનાવવા માટે પ્લાસ્ટીકના દાણાની ખરીદી કરવાની હોય જેથી વેપારીઓ મારફતે બંને સાથે પરીચય થયેલ હતો. તે દરમિયાન આરોપી દંપતીએ વાત કરેલ કે, મુંબઈ ધંધામાં નુકશાની આવતા તેઓ બંને અમદાવાદ રહેવા માટે આવતા રહેલ હતા.
તેઓની આર્થિક પરીસ્થિતી સારી ન હોય અને રવનીત કપુર બેંકમાં ડીફોલ્ટ જાહેર થતાં બેંકમાં રૂૂપીયા ભરી શકેલ ન હોય જેથી તેઓને મુંબઈ ખાતે જેલ થયેલ હતી. રવનીત કપુરએ ફરિયાદીનો સંપર્ક કરી જણાવેલ કે હાલમાં પોતાની પરીસ્થિતી સારી ન હોય અને પોતે ધંધો કરવા માંગે છે, ધંધામાં રૂૂપીયાની જરૂૂરીયાત છે અને પોતાનુ ઘર ચલાવવા માટે પણ રૂૂપીયાની જરૂૂરીયાત છે, જેથી આર્થિક મદદ માંગેલ અને ભાગીદારીમાં સી.આર.એમ વ્હોટસપ બેઇઝ પ્રોગ્રામ ધંધો કરવાની વાત કરી તે કામકાજ કરવામાં આશરે રૂૂ.70 લાખથી રૂૂ.80 લાખનો ખર્ચ થાય તેમ હોવાનું જણાવેલ અને બંને વચ્ચે તા.31/01/2022 ના રોજ એલ.એલ.પી. એગ્રીમેન્ટનું લખાણ થયેલ અને જે વેપાર ધંધો થાય તેમાં 50%-50% ના નફા નુકશાનીમાં ભાગીદાર તરીકે રહેવાનું નકકી થયેલ હતું. દંપતીએ કંપનીના વિકાસ માટે ફરીયાદી પાસે રૂૂ.1,29,99,349 નું રોકાણ કરાવ્યું હતું.
જે બાદ પેઢીના ધંધાના વિકાસ માટે વધુ રૂૂપિયાની જરૂૂરત પડતા નવા ભાગીદાર તરીકે કેવિન અશ્વિનભાઈ મિસ્ત્રીને જોડાયેલ હતા અને તેઓએ પણ પેઢીના ધંધાના વિકાસ અર્થે રૂૂ. 1,70,78,664 નું રોકાણ કરેલ હતું. તેમજ આરોપીઓએ ફરિયાદીનું સોફ્ટવેર ડેવલપ કરી આપેલ ન હોય અને તે પેઢીનાના વિકાસ તે રોકાણ રકમ પૈકી આરોપીઓએ કંપનીના સોફ્ટવેર માટે આશરે રૂૂ.1.83 કરોડ જેટલી રકમ વાપરી તે સિવાયની રકમ રૂૂપિયા 32 લાખ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાંખ્યા હતાં. આ મામલે આર્થીક ગુના નિવારણ શાખાની ટીમે ગુનો દાખલ કરી આરોપીને પકડવા તજવીજ આદરી છે.
