સાયલાના ભાડુકા ગામની સીમમાં પોલીસનો દરોડો : દારૂની 2700 બોટલ જપ્ત, આરોપી ફરાર

સુરેન્દ્રનગર LCB પોલીસે સાયલા તાલુકાના ભાડુકા ગામની સીમમાંથી ₹24 લાખથી વધુનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસની આકસ્મિક રેડ દરમિયાન દારૂૂનો મોટો જથ્થો મળી…

સુરેન્દ્રનગર LCB પોલીસે સાયલા તાલુકાના ભાડુકા ગામની સીમમાંથી ₹24 લાખથી વધુનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસની આકસ્મિક રેડ દરમિયાન દારૂૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જોકે આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ કાર્યવાહી સુરેન્દ્રનગર હાઈવે પર સોમાસરથી ડોળીયા તરફ જતા રોડ પાસે ભાડુકા ગામની સીમમાં કરવામાં આવી હતી. પોલીસે કુલ ₹24,08,640/- (ચોવીસ લાખ આઠ હજાર છસો ચાલીસ રૂૂપિયા)ની કિંમતનો ગેરકાયદેસર વિદેશી દારૂૂ જપ્ત કર્યો છે.જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ₹18,72,000/- કિંમતની 1440 કાચની વિદેશી દારૂૂની બોટલોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, ₹5,36,640/- કિંમતની 1380 નાની બોટલો પણ મળી આવી હતી.રેડ દરમિયાન કોઈ આરોપી મળી આવ્યો ન હતો. પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે.આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ, પેરોલ ફ્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાઈમા અને અન્ય પોલીસ સ્ટાફ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *