દબાણોની સમસ્યા યથાવત, ન્યુ વેપારી મંડળના પ્રમુખે કર્યુ ટ્વિટ
દ્વારકાધીશ જગતમંદિરમાં હાલમાં ફૂલડોલ ઉત્સવ પૂર્વે જ દર્શનાર્થીઓની ભારે ભીડભાડ જોવા મળતી હોય જગતમંદિર આસપાસ દરરોજ હજારો દર્શનાર્થીઓ જોવા મળી રહયા છે ત્યારે જગતમંદિર આસપાસ પાથરણાંવાળાઓ દ્વારા કથિત રીતે ગેરકાયદે દબાણ કરાતું હોવા અંગે ફરી એકવાર ન્યૂ વેપારી મંડળના પ્રમુખ નીલેશભાઈ બથીયા દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. તેઓ દ્વારા એક્સ-હેન્ડલ પર ટ્વીટ કરી ગુજરાત પોલીસ સહિતનાઓને રજૂઆત ઉકત રજૂઆત કરતા જણાવેલ કે ગેરકાયદે દબાણો ઉપરાંત ગેરકાયદે પાર્કિંગની સમસ્યા પણ જગતમંદિર આસપાસ જોવા મળી રહી છે જેના કારણે જગતમંદિર આસપાસ દબાણો ન કરવા અંગે કરેલ જાહેરાતનો સરેઆમ ભંગ થઈ રહયો છે.
વ્યાપારીઓને પડી રહેલી સમસ્યા અંગે તુર્ત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ પહેલા દિવાળી વેકેશન સમયે પણ ઉચ્ચકક્ષાએ રજૂઆત બાદ જગતમંદિર આસપાસ ફેરીયાઓને આવવાની મનાઈ ફરમાવતું જાહેરનામું પણ પ્રસિધ્ધ કરાયા બાદ વખતોવખત જાહેરનામા રીન્યુ થતા આવ્યા છે પરન્તુ તે માત્ર કાગજી કાર્યવાહી હોય તેમ તંત્રએ ધ્યાન ન આપતા દબાણો ચંદ્યાવત જોવા મળી રહયા છે. આજરોજ પુન: વેપારી આગેવાન દ્વારા તંત્રને એકસ હેન્ડલ પર કરીયાદ કરવામાં આવી છે.
