મુંબઈના મુલુંડમાં મેટ્રો પિલરનો સ્લેબ ધરાશાયી થતાં અફરાતફરી!!! વાહનોનો કચ્ચરઘાણ, 4થી વધુ ઘાયલ

  મુંબઈના મુલુંડ (પશ્ચિમ) વિસ્તારમાં આજે બપોરે એક મોટો અકસ્માત સર્જાયો હતો. LBS રોડ પર નિર્માણાધીન મેટ્રો પિલરનો સિમેન્ટનો એક હિસ્સો અચાનક તૂટી પડ્યો હતો.…

 

મુંબઈના મુલુંડ (પશ્ચિમ) વિસ્તારમાં આજે બપોરે એક મોટો અકસ્માત સર્જાયો હતો. LBS રોડ પર નિર્માણાધીન મેટ્રો પિલરનો સિમેન્ટનો એક હિસ્સો અચાનક તૂટી પડ્યો હતો. આ પિલરનો એક હિસ્સો ઓટોરિક્ષા અને કાર પર પર પણ પડ્યો હતો. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર મુસાફરો ઘાયલ થયા હતાં.

BMC અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માત બપોરે 12:20 વાગ્યાની આસપાસ થયો હતો. ઓટોરિક્ષામાં સવાર ચાર લોકો ઘાયલ થયા હતા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે પડી ગયેલું સિમેન્ટનું માળખું મોટું અને ભારે હતું, જેનાથી ઓટોરિક્ષાના પાછળના ભાગને ભારે નુકસાન થયું હતું.

https://twitter.com/i/status/2022575829189001724

માહિતી મળતાં જ રાહત અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. પોલીસે સાવચેતીના ભાગરૂપે વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને એલબીએસ રોડ પરનો ટ્રાફિક અન્ય માર્ગે ડાયવર્ટ કર્યો છે. હાલમાં આ દુર્ઘટના પાછળ મેટ્રો કોન્ટ્રાક્ટરની બેદરકારી છે કે અન્ય કોઈ કારણ, તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

સ્થાનિક વહીવટીતંત્રે ખાતરી આપી છે કે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે, અને જો સલામતી ધોરણોનું ઉલ્લંઘન અથવા બેદરકારી જોવા મળશે, તો જવાબદાર એજન્સીઓ સામે કડક પગલાં લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *