દારૂ પીવાના પૈસા નહીં આપતા યુવાનને જાહેરમાં ફટકાર્યો

રાજકોટ શહેરમાં લુખ્ખાતત્વધો બેફામ બન્યા છે. ગઈકાલે સોશિયલ મીડિયામાં એક મારામારીનો વિડિયો વાયરલ થયો હતો. આ બનાવ ભગવતીપરા પુલ નીચે આશાબાપીરની દરગાહ પાસેનો હોવાનું જાણવા…

રાજકોટ શહેરમાં લુખ્ખાતત્વધો બેફામ બન્યા છે. ગઈકાલે સોશિયલ મીડિયામાં એક મારામારીનો વિડિયો વાયરલ થયો હતો. આ બનાવ ભગવતીપરા પુલ નીચે આશાબાપીરની દરગાહ પાસેનો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં બે લુખ્ખા તત્વધો યુવાન પાસેથી દારૂ પીવાના પૈસાની માંગણી કરી હતી જેથી યુવાને પૈસા આપવાની ના પાડતાં બન્ને શખ્સોએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં પૈસા લુંટી લીધા છતાં પોલીસે લુંટ અંગેની કલમ ન લીધી હોવાનો યુવાને આક્ષેપ કર્યો હતો.

પોપટપરામાં રહેતા ઈમ્તિયાઝભાઈ અજીતભાઈ લંઘા(ઉ.27)ગઈકાલે ચાલીને ભગવતીપરામાં આશાબાપીરની દરગાહ પાશેથી ચાલીને તેમના સાસરે જતો હતો ત્યારે તેમને આંતરી સાગર અને એક અજાણ્યા શખ્સે પૈસાની માંગણી કરી બેફામ મારમાર્યો હતો.આ ઘટનામાં બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી છે.
ઈમ્તિયાઝે જણાવ્યું હતું કે,ત્રણેક વર્ષથી પત્ની મુસ્કાન સાથે મારા છૂટાછેડા થયેલ છે અને તેના માતા પિતાનું ઘર ભગવતીપરા અશાબા પીર રોડ રાજકોટ શહેર ખાતે આવેલ છે.

તા.12/2 ના રોજ બપોરના ત્રણેક વાગ્યા આસપાસ ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી કેટરર્સ નું કામ પૂર્ણ કરી છેલ્લા છ દિવસનો પગાર લઈ મારા સાસરીયે આશાબાપીર રોડ ભગવતીપરા ખાતે જતો હતો ત્યારે બફપોરના ચા રેક વાગ્યે અશાબાપીર રોડ ઉપર ચાલીને જતો હતો ત્યારે ત્યાં રહેતો સાગર નામનો વ્યક્તિ તથા અન્ય એક અજાણ્યો શખ્સ મારી પાસે આવેલ અને મારી પાસે પૈસા માંગવા લાગેલ અને મને ભૂંડા બોલી ગાળો આપતા હોય જેથી મેં તેને પૈસા આપવાની ના પાડેલ અને ગાળો આપવાની ના કહેતા આ બંને જણા પોતાના ઘરે જઈ ધોકા (લાકડાનો) લઈ આવેલ અને તેમાંથી એક જણાએ તેની પાસે રહેલ છરી મારા જમણા હાથમાં કોણીથી ઉપરના ભાગે એક ઘા મારેલ ત્યારબાદ બંને જણા તેની પાસે રહેલ લાકડાના ધોકા વડે મને માર મારવા લાગેલ અને મને મુંઢ ઇજાઓ પહોંચાડેલ છે. જેમાં મને ડાબા હાથે અને ડાબા પગે ગોઠણથી નીચેના ભાગે મુંઢ ઇજાઓ થયેલ છે તથા જમણા હાથે છરી વડે એક ઘા મારી ઈજા પહોંચાડેલ છે ત્યાં લોકો ભેગા થઈ જતા આ બંને જણા ત્યાંથી ભાગી ગયા હતા.આ ઘટનામાં ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે આરોપીઓ તેની પાસેથી સાડા ત્રણ હજાર રૂૂપિયા પડાવી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *