એરપોર્ટમાં ચોરાયેલી રૂપિયા 5 કરોડની ઘડિયાળ પરત અપાવનાર ઈન્સ્પેકટરને બિરદાવતા સાંસદો

તારીખ 20/01/26 ના રોજ સવારે હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી સવારે 8:35 વાગ્યે ઉપડતી એર ઇન્ડિયાની ફ્લાઈટ માં ચેકિંગ દરમિયાન લંડનના રહેવાસી ગોલ્ડ કાર્ડ મેમ્બર એનઆરઆઈ…

તારીખ 20/01/26 ના રોજ સવારે હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી સવારે 8:35 વાગ્યે ઉપડતી એર ઇન્ડિયાની ફ્લાઈટ માં ચેકિંગ દરમિયાન લંડનના રહેવાસી ગોલ્ડ કાર્ડ મેમ્બર એનઆરઆઈ ઔમેશ મોઢવાડિયા રાજકોટ થી મુંબઈ જતી ફ્લાઈટમાં બોર્ડિંગ થવાના હતા એ પહેલા આ એન.આઈ.આરએ પોતાની પાસેનો સામાન ટ્રેમાં મુકેલો અને આ ટ્રેમાં પાંચ કરોડની ઘડિયાળ હતી.

તે ઘડિયાળ ન મળતા એન.આર.આઈ એ તુરંત સીઆઈએસએફ ના ઇન્સ્પેક્ટર નરપતસિંહ રાઠોડને પોતાની ઘડિયાળ ખોવાઈ જવા બાબતે જાણ કરતા તુરંત જ નરપતસિંહ રાઠોડ હરકતમાં આવી ગયા અને પોતાની પાંચ ટીમો બનાવી સીસીટીવી કેમેરા, બોર્ડિંગ ગેટ, તેમજ એરપોર્ટના અંદરના એરિયામાં અલગ અલગ ટીમોએ તપાસ કરતા તેમજ પ્લેન ઉપાડવાની તૈયારી હતી તે પહેલા સીસીટીવી કેમેરા માં ઝીણી ઝીણી બાબતો જોતા એક વ્યક્તિ ટ્રે પાસે કંઈક હરકત કરતો હોય તેવું જણાવતા તેમને ચેક કરતા આ પેસેન્જર ધનંજય લક્ષ્મણ વાંબલે નામની વ્યક્તિએ આ ઘડિયાળ ચોરી હતી. ઢતુરંત જ તેમને સીએસએફ ઇન્સ્પેક્ટર નરપતસિંહ રાઠોડ એ ઝડપી લેતા તેની પૂછપરછ કરતા તુરંતજ ઘડિયાળ પરત મેળવી આ ઘડિયાળના માલિક લંડનના રહેવાસી એનઆરઆઈ ઔમેશ મોઢવાડિયાને સુપ્રત કરી તેમજ ઇન્સ્પેક્ટર નરપતસિંહ રાઠોડ એ ઘડિયાળ માલિકને પોલીસ ફરિયાદ કરવા માટે તમામ મદદ કરવાની વાત કરતા આ એન આર ઔમેશ મોઢવાડિયાએ મુંબઈથી લંડનની ફ્લાઈટ પકડવાની હોવાથી પોલીસ ફરિયાદમાં પડવા માંગતા ન હોવાથી ફરિયાદ કરેલ નથી. બનાવ બન્યા બાદ સંસદસભ્ય રામભાઈ મોકરીયા સાથે જામનગર લોકસભાના સાંસદ પૂનમબેન માડમ તથા જૂનાગઢના લોકસભાના સંસદ રાજેશભાઈ ચુડાસમા હીરાસર એરપોર્ટ થી દિલ્હી જઈ રહ્યા હતા તે દરમિયાન સમગ્ર ઘટનાની જાણ સીઆઈએસએફ ના ઇન્સ્પેક્ટર શ્રી નરપતસિંહ રાઠોડએ કરતા તેઓએ ₹5 કરોડની મોંઘી કિંમત ની ઘડિયાળ સીઆઇએસએફ ઇન્સ્પેક્ટર નરપતસિંહ રાઠોડની પીઠ થાબડી તેમને અભિનંદન આપેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *