લ્યો બોલો, રાજકોટની પરિણીતાએ શ્રાવણિયો જુગાર રમવાની ના પાડી તો સાસરિયાએ છૂટાછેડા જેવી પરિસ્થિતિ ઉભી કરી !

પરિણીતાએ કંટાળી 2019માં સાસરુ છોડવુ પડ્યુ, કોર્ટ કેસમાં પતિ અને તેમના પરિવારજનો દોષિત ઠર્યા જુગાર રમવાની ના પાડતા પરિણીતાએ સાસરું છોડવું પડ્યું. લો…બોલો આવું ક્યાંય…

પરિણીતાએ કંટાળી 2019માં સાસરુ છોડવુ પડ્યુ, કોર્ટ કેસમાં પતિ અને તેમના પરિવારજનો દોષિત ઠર્યા

જુગાર રમવાની ના પાડતા પરિણીતાએ સાસરું છોડવું પડ્યું. લો…બોલો આવું ક્યાંય બને?…આ ચોંકાવનારો કિસ્સો રાજકોટમાં બન્યો છે. જન્માષ્ટમીનો જ્યાં સૌથી વધુ ક્રેઝ જોવા મળે છે એવા રાજકોટમાં એક પરિવારે ઘરની વહુને જન્માષ્ટમી-શ્રાવણીયો જુગાર રમવા કહ્યું, તો વહુએ જવાબ આપ્યો કે હું શિક્ષિત પરિવારમાંથી આવું છું, હું જુગાર નહીં રમું.

બસ પછી શું વિવાદ એટલો બધો વધ્યો કે પત્નીને સાસરું છોડવા મજબૂર થવું પડ્યું. આખરે પરિણીતા કોર્ટ પહોંચી ને અમદાવાદ જિલ્લા અદાલતે રાજકોટના એક પુરુષ અને તેના પરિવારજનોને શ્રાવણ માસ દરમિયાન પત્નીને જુગારની પરંપરામાં ભાગ લેવા માટે મજબૂર કરીને તેને હેરાન કરવા બદલ દોષિત ઠેરવ્યા.સાથે સાથે કોર્ટે ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ પતિને માસિક ભરણપોષણ, ઘરભાડા માટે સહાય તથા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. કેસની વિગતો મુજબ હાલ નિકોલ વિસ્તારમાં રહેતી મહિલાએ જાન્યુઆરી, 2017માં રાજકોટના એક કરિયાણાની દુકાન ચલાવતા યુવક સાથે લગ્ન કર્યા હતા. શરૂૂઆતમાં બધું ઠીક હતું, પરંતુ શ્રાવણ માસ દરમિયાન તેના સાસરીયાઓએ ઘરમાં સૌ જુગાર રમતા હોવાથી તેને પણ જુગારમાં ભાગ લેવા માટે આગ્રહ કર્યો હતો. મહિલાએ પોતે શિક્ષિત પરિવારમાંથી આવતી હોવાને કારણે જુગાર નહીં રમે તેવું કહીને ઇનકાર કર્યો હતો.

જુગાર રમવાનો ઇનકાર કર્યા બાદ પરિવારના વર્તનમાં ફેરફાર આવ્યો હોવાનું તેણે જણાવ્યું છે. સાસરીયાઓએ પોતે જુગાર ન રમે તો પણ જુગાર માટે તેના માતા-પિતાથી પૈસા લાવવા માટે દબાણ શરૂૂ કર્યું હતું. તેના કહેવા મુજબ આ જુગારમાં માત્ર પરિવારજનો નહીં, પરંતુ ઓળખીતાઓ પણ સામેલ હતા. વિવાદ વધતા તેણે આક્ષેપ કર્યો હતો કે જો તે જુગાર નહીં રમે તો પતિ સાથે છૂટાછેડા લેવા જેવી પરિસ્થિતિ પરિવાર દ્વારા ઉભી કરવામાં આવી. અંતે તેણે 2019માં સાસરું છોડ્યું હતું.

તેણે સાસરું છોડ્યા બાદ સાસરીયાઓએ તેના વિરુદ્ધ છેતરપિંડી અને ઘરેણાં લઈ જવાનો આક્ષેપ કરતી ઋઈંછ નોંધાવી હતી. ત્યારબાદ મહિલાએ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ઉંખઋઈ કોર્ટમાં પતિ અને તેના પાંચ સગાંઓ વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ કરી હતી અને સાસરેથી કાઢી મુકવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
સાસરીયાઓએ આક્ષેપો ખોટા હોવાનું કહીને તેમના દ્વારા કરાયેલી પોલીસ ફરિયાદોને આધાર બનાવ્યા હતા. જો કે અદાલતે મહિલાની હેરાનગતિ અંગેની વાત સ્વીકારી હતી. પતિની આવક સાબિત ન થઈ શકતાં, અદાલતે સક્ષમ વ્યક્તિની સરેરાશ આવકના આધારે પતિને દર મહિને 5 હજાર ભરણપોષણ ચૂકવવાનો અને ઘરભાડા માટે વધારાના 2 હજાર રૂૂપિયા પ્રતિ મહિને ચૂકવવાનો આદેશ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *