સોમનાથ-વેરાવળ રોડ પરના ઓવરબ્રિજનું કામ ખૂબ જ ધીમી ગતિએ ત્રણ વર્ષથી ચાલુ

વાહનચાલકો બંદરના સાંકડા અને બિસ્માર રસ્તા ઉપરથી પસાર થવા મજબૂર, સાંસદ ગેંગેફેંફે સોમનાથથી વેરાવળ જતા રસ્તામાં વેરાવળ બંદરની બાજુમાં પાટણ દરવાજા પાસે રેલ્વે ફાટક ઉપર…

વાહનચાલકો બંદરના સાંકડા અને બિસ્માર રસ્તા ઉપરથી પસાર થવા મજબૂર, સાંસદ ગેંગેફેંફે

સોમનાથથી વેરાવળ જતા રસ્તામાં વેરાવળ બંદરની બાજુમાં પાટણ દરવાજા પાસે રેલ્વે ફાટક ઉપર ઓવરબ્રિજનુ કામ શરૂૂ કરવામાં આવેલ પરંતુ આ મહત્વના ઓવરબ્રિજનુ કામ ત્રણ વર્ષ જેવો સમય થવા છતાં કામગીરી પુર્ણ થયેલ નથી.

આ ઓવરબ્રિજની કામગીરી ખુબજ ધીમી ગતિએ ચાલતી હોવાથી લોકો ખુબજ હેરાન પરેશાન છે કારણકે આ રસ્તો ખુબજ મહત્વનો છે આ રોડ ઉપર થી વેરાવળ પાટણ અને ગ્રામ્ય વિસ્તારોમાં તમામ લોકો વેરાવળ આવવાં માટે ઉપયોગ કરે છે પરંતુ આ ઓવરબ્રિજનુ કામ ચાલુ હોવાથી ફરજિયાત બંદરમાંથી પસાર થવું પડે અને બંદરનો રસ્તો ખુબજ સાંકડો હોવાથી દિવસ દરમિયાન સતત ટ્રાફીક જોવા મળે છે તેમજ આ બંદરના રોડ ઉપર થી મચ્છી ભરેલા વાહનો પસાર થતાં હોવાથી આ રોડ ચીકણો હોય છે જેથી વાહન ચાલકો એ ખુબજ ધ્યાનથી વાહન ચલાવવું પડે છે બાકી સ્લીપ થાય છે રોડ ઉપર થી બાઇક ચાલકોની ગાડીઓ રોજ સ્લીપ થવાથી પડવાના બનાવો બને છે અને નાની મોટી ઇજાઓ થાય છે.

આ ઓવરબ્રિજના તાત્કાલિક કામગીરી બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે છતાં પરીણામ શુન્ય આવેલ છે તાજેતરમાં ગીર સોમનાથને બજેટને કારણે શુ ફાયદો થયેલ છે તે બાબતે સાંસદ રાજેશભાઈ ચુડાસમાં દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ નુ આયોજન કરવામાં આવેલ ેમા સોમનાથ વેરાવળ રોડ ઉપર આવેલ ઓવરબ્રિજની કામગીરી ત્રણ વર્ષથી ચાલે છે છતા કામગીરી પુર્ણ થયેલ નથી તેવા પ્રશ્ન પુછાતા સાંસદ રાજેશભાઈ ચુડાસમાં એ જણાવ્યું કે આ કામગીરી હુ અઠવાડિયામાં હાથમાં લઈને એને ઝડપથી કામગીરી પુર્ણ થાય તેવા પ્રયત્નો કરીશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *