અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય: વેપારીઓ અને સંસ્થાઓમાં નારાજગી
બગસરામાં પીજીવીસીએલ લાઈટ કાપને લઈને દ્વારા છેલ્લા બે વર્ષથી વધુ સમય ગાળામાં ધંધા રોજગારમાં ભારે અસર જોવા મળી છે છેલ્લા આઠ દિવસ થયા સતત લાઈટ કાપને લીધે હોસ્પિટલમાં ઇમરજન્સી સેવાઓ ખોવાઈ છે ડીલેવરી પેશન્ટ અકસ્માતો જેવા ઓપરેશન માં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે બગસરાના ડેપ્યુટી એન્જિનિયર મહિડાને સંસ્થાઓ અને બગસરાના આગેવાનોએ અનેકવાર રજૂઆત કરીએ છતાં પોતાની મનમાની કરતા હોય ત્યારે બગસરામાં રોજગાર ધંધા છેલ્લા બે વર્ષ થયા લાઈટ કાપ્યા લીધે ભાગી ગયેલ હોય છતાં આંખ આડા કાન કરી અને લોકોની ફરિયાદ સાંભળતા ન હોય જેથી આવી ભયંકર મુશ્કેલીનો સામનો બગસરા ની પ્રજાને કરવો પડે છે.
ત્યારે ગુરુવારે શુક્રવારે શનિવારે રવિવારે અઠવાડિયામાં ગમે એ વારે લાઈટ કાપ કરી અને બગસરાની પબ્લિકને ખોટી રીતે હેરાનગતિ કરતા હોવાની ચર્ચા એ પણ જોર પકડ્યું છે હાલમાં જ નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી નજીક હોય ત્યારે બગસરા તાલુકાના પ્રજા અને ખેડૂતોને લાઈટને લઈને હેરાનગતિ બંધ નહીં થાય તો લોકોમાં નારાજગી જોવા મળી છે. ચૂંટણીઓમાં પણ ભાજપ સરકારને ગંભીર પરિણામ આવે તેવી શક્યતાઓ છે. બગસરામાં ધંધા રોજગાર માટે ઉદ્યોગ નથી ત્યારે લાઇટ ઉપર જીવતા નાના માણસો પોતાનું ગુજરાન ચલાવી પેટીયુ રળતા હોય સંસ્થાઓ દ્વારા પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર મહિડા સાહેબને અનેકવાર સંસ્થા દ્વારા રજૂઆતો કરેલ છતાં કોઈપણ જાતનું પરિણામ આવેલ નથી તાજેતરમાં જ કૌશિકભાઈ વેકરીયા ઉર્જા મંત્રી લાઈટ જવાના પ્રશ્નને કરો બાય બાય 24×7 વીજળી ચાલુ રહેશે ત્યારે કૌશિકભાઈ વેકરીયા બગસરા આગમનના આગલા દિવસે જ આ પીજીવીસીએલ દ્વારા 8 કલાક લાઈટ કાપી મિનિસ્ટરને પડકાર ફેંક્યો કે આ બાબતે લાઈટ કાપ બંધ નહીં થાય તો ના છૂટકે ટૂંક સમયમાં જ ગાંધીજીની આ માર્ગે જવું પડશે જેથી લોકોને પડતી મુશ્કેલી દૂર થાય ખેડૂતો માં પણ લાઈટ કાપના લીધે ભારે નારાજગી જોવા મળી છે આ બાબતે લઈને બગસરા ના વેપારીઓ તથા સંસ્થાઓ દ્વારા ભારે નારાજગી જોવા મળી છે તેમ બગસરા ના જાગૃત નાગરિકો તથા સંસ્થાઓ દ્વારા પ્રેસ મીડિયાને જણાવેલ છે.
