ધર્મનિરપેક્ષતાના સ્થાને પંજાનિરપેક્ષતા શબ્દ હોવો જોઈએ : ભાગવત

સમાજ સંગઠિત અને ગુણવાન બનશે ત્યારે જ દેશમાં પરિવર્તન આવશે : સંઘ વડાનું વક્તવ્ય સંઘના શતાબ્દી વર્ષના ઉપલક્ષમાં આયોજિત ‘સંઘ યાત્રા ના 100 વર્ષ :…

સમાજ સંગઠિત અને ગુણવાન બનશે ત્યારે જ દેશમાં પરિવર્તન આવશે : સંઘ વડાનું વક્તવ્ય

સંઘના શતાબ્દી વર્ષના ઉપલક્ષમાં આયોજિત ‘સંઘ યાત્રા ના 100 વર્ષ : નવા ક્ષિતિજો’ નામની બે દિવસીય વ્યાખ્યાન માળા મુંબઈ ખાતે યોજાઈ જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહન ભાગવતજીએ જણાવ્યું કે સંઘ સમાજરૂૂપ સંગઠન ઊભું કરવાનું કાર્ય કરે છે. સમાજ જ્યારે સંગઠિત અને ગુણવાન બનશે, ત્યારે જ દેશમાં સાચું પરિવર્તન આવશે. નેતાનારાનીતિપાર્ટીઅવતારસરકારવિચારતત્ત્વજ્ઞાન આ બધાં સહાયક તત્ત્વો છે; સમાજ એ બધાનો માલિક છે. તેથી મૂળરૂૂપે માલિક એટલે સમાજ જાગૃત બનવો જરૂૂરી છે.

ડો. મોહન ભાગવતે જણાવ્યુ હતુ કે, ધર્મનિરપેક્ષતા શબ્દ યોગ્ય નથી; તેના સ્થાને પંથનિરપેક્ષતા શબ્દ હોવો જોઈએ. વહેવું પાણીનો અને સળગવું અગ્નિનો ધર્મ છે. ધર્મ આપણો સ્વભાવ અને કર્તવ્ય છે, જે ઇહલોક અને પરલોક બંનેમાં સુખ આપે છે. ધર્મ સર્વનો ઉન્નતિ માર્ગ છે. ધર્મ જે સત્ય પર આધારિત છે, તે અસ્તિત્વની એકતાનો સંદેશ આપે છે. આપણને મહાસત્તા બનવું નથી; મહાસત્તા બળથી પોતાનું પ્રભુત્વ સ્થાપે છે. આપણને વિશ્વગુરુ બનવું છેસમગ્ર વિશ્વને જોડવું છે.

પ્રથમ સત્રમાં ડો. ભાગવતે જણાવ્યું કે સંઘના સ્વયંસેવકો સંચાલન કરે છે, પરંતુ સંઘ કોઈ પેરામિલિટરી સંગઠન નથી. સ્વયંસેવકો લાઠી-કાઠી ચલાવે છે, છતાં સંઘ કોઈ અખિલ ભારતીય અખાડો નથી. સંઘમાં ભારતીય રાગોના આધારે ઘોષ, વ્યક્તિગત ગીતો અને સામૂહિક ગીતો થાય છે, છતાં સંઘ કોઈ અખિલ ભારતીય સંગીત વિદ્યાલય નથી. સંઘના સ્વયંસેવકો રાજકારણમાં પણ છે, છતાં સંઘ કોઈ રાજકીય પક્ષ નથી. ફક્ત બાહ્ય સ્વરૂૂપના આધારે સંઘનું મૂલ્યાંકન કરવાથી ગેરસમજો ઊભી થાય છે. સંઘને સાચે સમજવો હોય તો સંઘ શાખાનો અનુભવ લેવો જરૂૂરી છે.

મુંબઈ ખાતે યોજાયેલ ‘સંઘ યાત્રા ના 100 વર્ષ: નવા ક્ષિતિજો’ નામના બે દિવસીય સંવાદ કાર્યક્રમમાં 900થી વધુ પ્રતિષ્ઠિત ગણમાન્ય વ્યક્તિઓ સમક્ષ સરસંઘચાલકે પોતાના વિચારો રજૂ કર્યા. વર્લી સ્થિત નહેરુ સેન્ટર સભાગૃહમાં પ્રથમ દિવસના પ્રથમ સત્રમાં તેમણે સંઘની પ્રેરણાદાયી યાત્રા, તેની ઐતિહાસિક પ્રગતિ અને સમાજમાં તેના યોગદાનનો વિસ્તૃત અવલોકન કર્યો. બીજા સત્રમાં તેમણે જણાવ્યું કે સમાજની સંગઠિત શક્તિના આધાર પર દેશને શક્તિશાળી બનાવવા માટે સમાજને સશક્ત કરવાનો ધ્યેય રાખીને સંઘ આગળ વધી રહ્યો છે. દૈનિક શાખામાં હાજરી આપીને શરીર, મન અને બુદ્ધિને મજબૂત બનાવવાની સાથે સમાજહિતના કાર્યોમાં નિસ્વાર્થ ભાવથી જોડાવું પણ સંઘનું કાર્ય છે.

બે દિવસીય સંવાદ કાર્યક્રમમાં મુંબઈના 900થી વધુ પ્રતિષ્ઠિત માન્યવરોને તેમણે સંબોધન કર્યું. નહેરુ સેન્ટર સભાગૃહ, વર્લી ખાતે રવિવારે, સંપન્ન પ્રશ્નોત્તર સત્રમાં ડો. મોહન ભાગવતજીએ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, સામાજિક તથા સાંસ્કૃતિક વિષયો પર ઉપસ્થિત સભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપ્યા. આ અવસરે મંચ પર પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડો. જયંતીભાઈ ભાડેસિયા, કોંકણ પ્રાંત સંઘચાલક અર્જુન ચાંદેકર અને મુંબઈ મહાનગર સંઘચાલક સુરેશ ભગેરિયા ઉપસ્થિત રહ્યા હતા. પૂછાયેલા કુલ 143 પ્રશ્નોને 14 શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર અંગે સરસંઘચાલકજીએ ત્યાંના સવા કરોડ હિંદુઓને સંગઠિત થવા આહ્વાન કર્યું. તેઓ સંગઠિત થશે તો અત્યાચાર પર આપોઆપ રોક લાગી જશે.

બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર નહીં, પરંતુ હિંદુ જ સંઘનો સરસંઘચાલક બને છે, એવું તેમણે જણાવ્યું. સંઘનો સરસંઘચાલક બનવા માટે કોઈ ખાસ જાતિ હોવી ન તો અડચણ છે અને ન તો કોઈ અનિવાર્ય લાયકાત. ભવિષ્યમાં અનુસૂચિત જાતિ કે જનજાતિના કાર્યકર્તાઓ પણ સરસંઘચાલક બની શકે છે.

સંઘના સ્વયંસેવકોએ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનો તથા તમામ પ્રકારના પ્રયાસોમાં ભાગીદાર બનવું જોઈએ આ સંઘની ભૂમિકા છે. પરંતુ માત્ર કાયદા બનાવીને ભ્રષ્ટાચાર પર નિયંત્રણ લાવવું મુશ્કેલ છે; તેના માટે સંસ્કારિત સમાજમનની રચના પણ એટલી જ જરૂૂરી છે. કોઈ પણ વ્યવસ્થા મૂળભૂત રીતે ભ્રષ્ટ નથી હોતી, પરંતુ તેમાં કાર્ય કરનાર વ્યક્તિઓનું મન ભ્રષ્ટ બને છે અને તેથી વ્યવસ્થા ભ્રષ્ટ થાય છે.

જબરદસ્તી કે લાલચ આપીને ધર્માંતરણ કરવામાં આવે તો તે નિંદનીય છે અને તેનું ઉત્તર ‘ઘર વાપસી’ રહેશે, એવું તેમણે સ્પષ્ટ કર્યું. પરંતુ જો કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ અથવા સ્વપ્રેરણાથી ધર્મ પરિવર્તન કરે તો તેનો વિરોધ કરવો નહીં. વસ્તીનું પ્રમાણ માત્ર જન્મદર ઘટવાથી જ બદલાતું નથી, પરંતુ ધર્માંતરણ અને ગેરકાયદેસર ઘુસણખોરીને કારણે પણ બદલાય છે એવું જણાવતાં ગેરકાયદેસર ઘુસણખોરી સંદર્ભે ‘ડિટેક્ટ એન્ડ ડિપોર્ટ’ નીતિને કડકપણે અમલમાં મૂકવાની અપીલ કરી.

ભાજપ સત્તામાં આવવાથી સંઘને કોઈ સીધો લાભ થયો નથી. સમાજમાં સંઘની વધતી શક્તિ અને સ્વીકાર્યતાનો લાભ સમાન વિચારધારા અને ભારતીય નીતિઓનું પાલન કરનાર રાજકીય દળોને મળ્યો છે. સંઘના સ્વયંસેવકોના સતત પરિશ્રમ અને સમાજ તરફથી મળેલા સ્નેહ અને વિશ્વાસના કારણે જ સંઘનું કાર્ય વિસ્તર્યું છે. સંઘ સાથે સંકળાયેલી સંસ્થાઓ, સંગઠનો અથવા દળો પર સંઘ કોઈ દબાણ મૂકતો નથી. ત્યાં કાર્ય કરનારા સ્વયંસેવકોને પૂરતી સ્વતંત્રતા હોય છે, જેથી તેઓ પોતાના ક્ષેત્રમાં જરૂૂરી નિર્ણયો અને પ્રયોગો જવાબદારીપૂર્વક કરી શકે.

સમાન નાગરિક સંહિતાનો કાયદો સમાજના તમામ ઘટકોને વિશ્વાસમાં લઈને લાગુ કરવો જોઈએ. ઉત્તરાખંડ અને અન્ય કેટલાક રાજ્યોમાં આવા પ્રયોગો થઈ રહ્યા છે, તેથી અમે તેનું સ્વાગત કરીએ છીએ. ભારત વૈવિધ્યમાં એકતા જાળવનાર દેશ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *