સારવારના બહાને ભાડેથી લઇ કાર વેંચી નાખતી ટોળકીનો રાજકોટનો શખ્સ ઝડપાયો

સારવારના બહાને ભાડેથી લઈ કાર વેંચી મારતા શાપરના શખ્સની પોલીસે રાજકોટથી અટક કરી મુદામાલ કબજે કર્યો હતો. મૂળ ભાવનગરના અને હાલ જૂનાગઢમાં અભ્યાસ કરતા 22…

સારવારના બહાને ભાડેથી લઈ કાર વેંચી મારતા શાપરના શખ્સની પોલીસે રાજકોટથી અટક કરી મુદામાલ કબજે કર્યો હતો. મૂળ ભાવનગરના અને હાલ જૂનાગઢમાં અભ્યાસ કરતા 22 વર્ષીય હરપાલસિંહ નવલસંગ ચુડાસમાની જીજે 04 એફએ 8811 નંબરની કાર તેના મિત્ર કુંજ પાસેથી જૂનાગઢના બગડુનો યસ જશાભાઈ લાબરીયા પોતાના કાકાને કેન્સરની સારવાર માટે રાજકોટ લઈ જવાના બહાને રવિવારે સરદાર બાગ ગેઇટ નજીકથી કાર ભાડે લઈ ગયો હતો.

ત્યારબાદ શખ્સે કારને ટોઈન કરી તેનું જીપીએસ બંધ કરી દઈ કાર ક્યાંક છુપાવી દીધી હતી અને કાર પરત જોઈતી હોય તો હરપાલસિંહ પાસે રૂૂપિયા 2.50 લાખની માંગણી કરી હતી. જેની ફરિયાદ મંગળવારે કરતા સી ડિવિઝન પોલીસે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

દરમ્યાન શાપર વેરાવળનો આરોપી યસ લાબરીયાને પીઆઇ એ. બી. ગોહિલની ટીમે બુધવારે રાજકોટ ખાતેથી મુદામાલ સાથે પકડી પાડ્યો હતો. પૂછપરછમાં શખ્સે તેની સાથે રાજકોટનો મનીષ કાળુ સભાડ હોવાનું જણાવતા તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

આરોપીએ પૂછપરછમાં સોશિયલ મીડિયા પરથી કાર ભાડે આપનારની માહિતી મેળવતા હતા અને જુદી જુદી ગંભીર બીમારીની સારવાર કરાવવા માટે રાજકોટ, અમદાવાદ જવાનું બહાનું બતાવી નવી નકોર કાર ભાડેથી લઈ બાદમાં વેચી મારતા હતા. આરોપી યસ લાબરીયાએ તેના મિત્ર ગોંડલના અરમાન મીર સાથે મળી અગાઉ પણ વિશ્વાસઘાતનો ગુનો આચર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *