ગોંડલ આસપાસ શંકાસ્પદ શરૂ થયેલ ડીઝલ વેચાણના પંપ ઉપર ચેકિંગ કરવા કોંગ્રેસની માંગ

રાજકોટ જીલ્લામાં એક કંપનીના શંકાસ્પદ લાઈસન્સના આધારે નેશનલ તથા સ્ટેટ હાઈવેની આજુબાજુમાં ખુલેલા ડીઝલના વેચાણ પંપ વિરૂૂધ્ધ યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા ગોંડલ તાલુકા કોંગ્રેસ…

રાજકોટ જીલ્લામાં એક કંપનીના શંકાસ્પદ લાઈસન્સના આધારે નેશનલ તથા સ્ટેટ હાઈવેની આજુબાજુમાં ખુલેલા ડીઝલના વેચાણ પંપ વિરૂૂધ્ધ યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ એ રજૂઆત કરી ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલા એ જિલ્લા કલેક્ટર ને પત્ર લખી જણાવ્યું હતું કે રાજકોટ જીલ્લામાં નેશનલ તથા સ્ટેટ હાઈવે સહીતની જગ્યાઓ ઉપર દસ્તક નામની બાયોડીઝલ કંપનીના લાઈસન્સના આધારે ગેરકાયદેસર રીતે વાહનોમાં ડીઝલ પુરવા માટેના પંપો ધમધમતા હોય પરંતુ અમારી જાણ મુજબ તથા તપાસ કરતા આ દસ્તક કંપની પાસે કોઈ પણ પ્રકારનું કાયદેસર પરમીશન કે મંજુરી ના હોય ખોટા આધાર પુરાવાના આધારે લાઈસન્સ આપીને બાયોડીઝલને બદલે ગુજરાત સરકારનું પ્રતિબંધીત અતી પ્રદુષણ ફેલાવતા ઈધનનું ગેરકાયદેસર વેંચાણ ચાલી રહ્યું હોય.

(My Eco Energy) MEE Bio Diesel નામની કંપની દ્વારા અનેક વ્યકિત તથા પેઢીઓને પર્યાવરણને અનુકુળ(Bio Fuel) Renewable Diesel વહેંચવા માટે લાઈસન્સ ઈસ્યુ કરેલ હોય અને તેના આધારે ઘણી જગ્યાઓ પર પંપ દ્વારા જાહેરમાં મધ્યમ તથા ભારે વાહનોમાં ઈંધન ભરવામાં આવતું હોય. પરંતુ અમોને મળેલ ફરીયાદો મુજબ આ MEE કંપનીનું ઈધણ ઉંચી કિંમતે પડતર થતું હોય લાઈસન્સ ધારકોને વધુ નફો ના મળતો હોય આ MEE કંપનીના લાઈસન્સ ધારકો દ્વારા આ કંપની સાથે સાંઠગાંઠ કરીને માસીક અમુક રકમ (હપ્તા) આપીને MEE કંપનીના ઈધણને બદલે ગુજરાત સરકાર દ્વારા પ્રતિબંધિત અતી પ્રદુષણ ફેલાવતા ઈંધણનું ગેરકાયદેસર વેંચાણ કરતા હોય તો જીલ્લા કલેકટર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે. કે દસ્તક(Dastak Bio Diesel) કંપનીની વૈધ્યતાની યોગ્ય તપાસ કરવી તથા ઉફતફિંસ અને MEE કંપનીના લાઈસન્સના આધારે પંપો દ્વારા વેંચાણ કરવામાં આવતા ઈધણની માન્ય લેબોરેટરી દ્વારા તપાસ કરવામાં આવે તે પણ જરૂૂરી છે.

હાલમાં ભારત સરકાર દેશમાં વધી રહેલા ગ્લોબલ વોર્મિંગની બાબતમાં ખુબ સજાગ અને કડક હોય પરંતુ આ પંપો દ્વારા વેંચાણ કરવામાં આવતું ઈંધણ ખુબ પ્રદુષણ ફેલાવતું હોય અને સરકારને મળતા ટેક્ષમાં પણ ભારે નુકશાન થતું હોય છે તેવું અંત માં જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *