ગુજરાતમાં થોડા દિવસ શિયાળાનો અનુભવ થયા બાદ હવે ઠંડી ગાયબ થઇ ગઇ છે અને છેલ્લા બે દિવસથી રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. રાજયભરમાં તાપમાન સતત વધી રહ્યું છે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજયમાં તાપમાનમાં 1.8 ડિગ્રીથી માંડી 6.1 ડિગ્રઈ સુધીનો વધારો થતા સર્વત્ર તાપમાનનો પારો 13 ડિગ્રી ઉપર ચડી ગયો છે. આજે અમદાવાદ-અમરેલી- બરોડા- ભાવનગર- દિવ- કંડલા વિગેરે સ્થળે તાપમાન 18 ડિગ્રી ઉપર નોંધાયું છે.
જયારે ભુજમાં 15.8, ડિસામાં 15.2, નલીયામાં 13.1 અને રાજકોટમાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયેલ છે. આમ ગુજરાતમાંથી ઠંડી ફરી ગાયબ થઇ ગઇ છે અને માવઠાની મોકાણ વચ્ચે ફરી ઉનાળો શરૂ થયો હોય તેવું વાતાવરણ જોવા મળે છે. હજુ આગામી એક સપ્તાહ સુધી સુકુ અને સામાન્ય વાતાવરણ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
