રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાના હસ્તે વોર્ડ 9 માં જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન બાદ વોર્ડ નં. 9 ના નાગરિકો સાથે સીધો સંવાદ યોજાઈ તેમની રોજિંદી મુશ્કેલીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત કોંગ્રેસ આપને દ્વાર જનતાની વેદના અભિયાન અંતર્ગત યોજાયો હતો. જનસંપર્ક દરમિયાન નાગરિકોની ફરિયાદો અને સૂચનોને નોંધવા માટે વિશેષ રીતે ફોર્મ ભરાવવામાં આવ્યા હતા, જેથી જનતાની વેદનાને વ્યવસ્થિત રીતે તંત્ર સમક્ષ રજૂ કરી શકાય.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી જનતાની અવાજ બનવા માટે પ્રતિબદ્ધ છે. જનતાના મૂળભૂત પ્રશ્નોને અવગણતી સરકાર સામે કોંગ્રેસ સંગઠિત રીતે લડત આપશે અને વોર્ડ સ્તરે લોકો સાથે સતત સંપર્કમાં રહી તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવા પ્રયાસ કરશે.
જનસંપર્ક કાર્યાલય મારફતે પ્રાપ્ત થયેલી અરજીઓ અને સૂચનોનું સુવ્યવસ્થિત સંકલન કરી સંબંધિત વિભાગો તથા જવાબદાર સત્તાધીશો સમક્ષ અસરકારક રીતે રજૂઆત કરવામાં આવશે. જનહિતના પ્રશ્નોના નિરાકરણ માટે નિયમિત અનુસરણ કરવામાં આવશે અને વોર્ડ સ્તરે સતત સંવાદ જાળવીને નાગરિકોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા જરૂૂરી તમામ લોકશાહી માર્ગો અપનાવવામાં આવશે.
આ કાર્યક્રમમાં ડો. રાજદીપસિંહ જાડેજા સહિત વોર્ડ નં. 9 ના પ્રમુખ ગિરીશ ભાઈ પટેલ,જસવંતસિંહ ભટ્ટી, ડી.પી મકવાણા,અતુલ રાજાણી,નીતિન ભંડેરી, વૈશાલી શિંદે, મુકુંદ ટાંક, રસિકભાઈ ભટ્ટ, હસુભાઈ ગોસ્વામી, કિંજલ જોશી, દિપ્તી બેન સોલંકી, બ્રિજરાજ રાણા, યગ્નેશ દવે, અશોક ભાઈ જોશી, વિજયસિંહ જાડેજા, કેતન તાળા, હરિભાઈ પટેલ, અશાંશ ગોસ્વામી, દીપુબેન રવિયા, ગોપાલ મોરવાડિયા, મેરૂૂમબેન, જસુબેન, કેતન ભટ્ટ, મિનિપરા યોગેશ, નીતિન પાચાની. જલ્પેશ કલોલા, ચમનભાઈ એરવાડિયા, રાજેશ કનેરિયા, નવીન દેસાઈ, કમલેશ ભાયાણી, રેણુકાબેન રાછદિયા, રીટાબેન જોશી, કાળુભાઈ વાસજાણ્યા, જીતેન્દ્ર પરમાર, લાખાભાઇ મકવાણા, કાળુભાઈ કુંડારીયા,વિનીત રાણા, શૈલેષ દવે, સંજય ભટ્ટ, આગેવાનો, શહેર કોંગ્રેસના હોદ્દેદારો તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડના નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
