કોડીનારના યુવાનનું પોલીસ બનવાનું સપનું અધૂરુ રહ્યું, 23 મિનિટમાં દોડ પૂર્ણ કર્યા બાદ હાર્ટએટેકથી મોત

ગોંડલમાં એસઆરપી ગ્રાઉન્ડ ખાતે શારીરિક કસોટી આપી હતી: મૃતકના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં, અગાઉ પીએસઆઈની પરીક્ષામાં માત્ર ત્રણ માર્ક માટે રહી ગયો…

ગોંડલમાં એસઆરપી ગ્રાઉન્ડ ખાતે શારીરિક કસોટી આપી હતી: મૃતકના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં, અગાઉ પીએસઆઈની પરીક્ષામાં માત્ર ત્રણ માર્ક માટે રહી ગયો હતો

ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન એક અત્યંત કરુણ અને આઘાતજનક ઘટના સામે આવી છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના વડનગર ગામના 27 વર્ષીય યુવાન નીતિન ચૌહાણ નામના BSC અને MSC કરેલા યુવાનનું દોડ પૂર્ણ કર્યા બાદ હોસ્પિટલના બિછાને મોત નીપજ્યું છે.

મૃતક નીતિન છેલ્લા ત્રણ વર્ષથી પોલીસમાં ભરતી થવાનું સપનું સેવી રહ્યા હતા અને તેના માટે સખત મહેનત કરી રહ્યા હતા. આજે સવારે ગોંડલના એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતે તેઓ શારીરિક કસોટી માટે હાજર રહ્યા હતા. 5 કિમીની દોડ 23 મિનિટમાં પૂર્ણ કરી હતી.

તેમણે 5 કિલોમીટરની દોડ (12 રાઉન્ડ) નિર્ધારિત 25 મિનિટના બદલે માત્ર 23 મિનિટમાં પૂર્ણ કરી પરીક્ષા પાસ કરી હતી. પરીક્ષા સ્થળ પરથી બહાર નીકળી મિત્રના રૂૂમ તરફ જતી વખતે અચાનક તેમના છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. તેમની સાથે આવેલા અન્ય 6-7 મિત્રો તત્કાલ તેમને બાઈક પર સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.

સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર શરૂૂ કરવામાં આવી હતી, પરંતુ કમનસીબે ટૂંકી સારવાર દરમિયાન જ આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ એ-ડિવિઝન પી.આઈ. એલ.આર. ગોહિલ સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાત પોલીસ ભરતીમાં યુવકે એક વર્ષ પહેલાં PSIની પરીક્ષા આપી હતી. જેમાં ગ્રાઉન્ડ માટે પરીક્ષા જૂનાગઢ આપી હતી, જેમાં તેઓ પાસ થયા હતા અને ત્યારબાદ નીતિને રાજકોટ લેખિત પરીક્ષા આપી હતી. જેમાં 220 માર્ક્સની પરીક્ષામાં તેઓને 217 માર્ક્સ આવ્યા હતા અને માત્ર 3 માર્ક્સ માટે રહી જતા નીતિને હિમંત ન હારતા ફરી પરીક્ષા આપવા માટે તૈયારીઓ શરૂૂ કરી દીધી હતી. ગોંડલ એસ.આર.પી ગ્રાઉન્ડ ખાતે શારીરિક પરીક્ષા આપવા ગયા હતા. પરીક્ષામાં પાસ થયા બાદ રૂૂમ પર જતાં સમયે નીતિનને છાતીમાં દુખાવો ઉપડતા હૃદયરોગનો તીવ્ર હુમલો આવતા તેનું મોત નીપજ્યું હતું.

નીતિનના કરુણ મોતથી પરિવારમાં તથા સમાજમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટના સાથે જોડાયેલી કેટલીક હૃદયદ્રાવક વિગતોમાં મૃતક યુવાને BSC થયા બાદ MSC જેવી માસ્ટર ડિગ્રી મેળવી હતી. પિતા ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. નીતિન બે ભાઈઓમાં નાનો હતો. હજુ એક વર્ષ પહેલા જ તેમના લગ્ન થયા હતા, ત્યાં જ આ વજ્રપાત થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *