દ્વારકાધીશ મંદિરમાં ફાગણ પૂર્ણિમાએ ચંદ્રગ્રહણ નિમિત્તે શ્રીજીના સેવાક્રમમાં ફેરફાર

દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી તા.3જી માર્ચ, ર026ને મંગળવારના ખગ્રાસ ચંદ્રગ્રહણ હોય જે અનુસંધાને ઠાકોરજીની સેવા-પૂજામાં જરૂૂરી ફેરફાર નોંધાયો છે. તા.3જી માર્ચે મંગળા આરતી સવારે 4:00 કલાકે…

દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી તા.3જી માર્ચ, ર026ને મંગળવારના ખગ્રાસ ચંદ્રગ્રહણ હોય જે અનુસંધાને ઠાકોરજીની સેવા-પૂજામાં જરૂૂરી ફેરફાર નોંધાયો છે. તા.3જી માર્ચે મંગળા આરતી સવારે 4:00 કલાકે થશે.
મંગળા દર્શન સવારે 4 થી 5:30 સુધી, શ્રીજીના સ્નાન અભિષેક પૂજા સવારે 5:30 થી 6, 6 થી 7 સુધી દર્શન ખૂલ્લા, સ્નાન ભોગ સવારે 7 કલાકે, શૃંગાર ભોગ સવારે 7:45 કલાકે, શ્રૃંગાર આરતી સવારે 8 કલાકે, ગ્વાલ ભોગ સવારે 8:30 કલાકે, રાજભોગ સવારે 9:30 કલાકે દર્શન બંધ સવારે 10:30 થી 11:00 સુધી રહેશે. શ્રીજીનો ફુલડોલ ઉત્સવબપોરે 11:00 થી 12:00 કલાક સુધી યોજાશે. બપોરે 12 થી સાંજે 8 કલાક સુધી અનોસર (મંદિર બંધ) રહેશે. રાત્રે 8:00 કલાકે શ્રીજીના ઉત્થાપન દર્શન, રાત્રે 9:30 કલાકે સંધ્યા આરતી, રાત્રે 10:30 કલાકે શયન આરતી તથા રાત્રે 11:00 કલાકે દર્શન બંધ થશે તેમ મંદિરના વારાદાર પૂજારીની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *