ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ માં આવેલ જિલ્લા કોર્ટ ને ધમકી ભર્યો ઈમેલ મળતા કોર્ટ પરિસર ખાલી કરાવી એલ.સી.બી., એસ.ઓ.જી. તથા બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરતા કોઈ ગેરકાયદેસર પાર્સલ કે અન્ય કોઇ ચીજવસ્તુઓ મળી આવેલ ન હોય અને આ ધમકી ભર્યો ઈ-મેલ ક્યાંથી અને કોણે મોકલ્યો છે તે જાણવા માટે સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઇમેલ ની તપાસ હાથ ધરેલ છે.
આજે તા.2 ના ગીર સોમનાથ જીલ્લાની નામદાર ડીસ્ટ્રીકટ અને સેશન્સ કોર્ટના સત્તાવાર ઈ-મેલ આઈડી પર ઇમેલ આવ્યો હતો કે કોર્ટમાં બોમ્બ ફૂટશે જેથી કોર્ટ પરિસરમાં ભયનો માહોલ ઉભો થયેલ હોય જે અન્વયે જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા, ગીર સોમનાથ પોલીસ અધિક્ષકની જયદીપસિંહ જાડેજા એ ધમકીભર્યા ઇમેલ ની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટમાં કોઇ મોટી જાનહાની ન થાય તે સારૂૂ એલ.સી.બી., એ.ઓ.જી. તથા બીડીડીએસ ની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળઇન્ચા. પોલીસ ઇન્સ. ડી એમ. કાગડા, એલસીબી, એસ. ઓ.જી., બીડીડીએસ તથા ડોગ સ્ક્વોડના અધિકારીઓ, કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક ધોરણે કોર્ટ પરિસર એ પહોંચી જઈ નામદાર કોર્ટ ની પરવાનગી થી સમગ્ર કોર્ટ બિલ્ડિંગ ને ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી અને વકીલો, અસીલો અને કોર્ટ સ્ટાફ ને તાબડતોબ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવેલ હતા અને નામદાર કોર્ટના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ ઉપર સુરક્ષા કોર્ડન ગોઠવી દેવામાં આવેલ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટના દરેક રૂૂમ, લોબી, પાર્કિંગ એરિયા અને આસપાસના વિસ્તારોમાં ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તપાસ દરમિયાન કોઇ ગેરકાયદેસર પાર્સલ કે અન્ય કોઇ ચીજવસ્તુઓ મળી આવેલ ન હોય અને આ ધમકી ભર્યો ઈ-મેલ ક્યાંથી અને કોણે મોકલ્યો છે તે જાણવા માટે એલ.સી.બી., એસ.ઓ.જી તથા સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઇમેલ ની તપાસ કરવામાં આવી રહી છે.
