વેરાવળમાં જીઆઇડીસી વિસ્તારમાં આવેલ મચ્છી ની ફેક્ટરી માંથી આજથી પાંચેક વર્ષ પહેલા રૂૂા.સાત કરોડ જેવી માતબર રકમની ઠગાઈ થયેલ હોય જેમાં છ શખ્સો સામે વિશ્વાસઘાત તથા છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરેલ છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત માહિતી મુજબ વેરાવળ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એક્સપોર્ટ કંપની ના મુખ્ય એકાઉન્ટન્ટ તેમજ અન્ય શખ્સો એ સાથે મળીને મચ્છી ના માલ ના ખોટા બિલો બનાવી રૂૂા.07,13,13,025 અંકે રૂૂપીયા સાત કરોડ તેર લાખ તેર હજાર પચીસ રૂૂપિયા પુરાની છેતરપિંડી વિશ્વાસઘાત કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે વર્ષ 2019 થી 2021 સુધી માં આ નાણા ની ઉચાપત થયેલ હોય તેની ફરિયાદ પાંચ વર્ષ બાદ આઈ.પી.સી. કલમ 409, 406, 420, 468, 171, 114 મુજબની કલમો હેઠળ ગુનો દાખલ કરાયેલ છે.
વેરાવળમાં શૈલે ગંગા એક્સપોર્ટ તથા ગોપાલ સી ફૂડ અને જગદીશ મરીન એક્ષેપોર્ટ ના નરેન્દ્રભાઈ લખમભાઈ ભેસલા એ પોલીસમાં ફરિયાદ નોંધાવેલ જેમાં જણાવેલ કે, નરેશ માવજી ચોમલ 15 વર્ષ પહેલા નોકરી એ રહેલ અને તે હિસાબ કિતાબ તેમજ ત્રણેય કંપની ના ચેક બનાવવાનું કામ કરતો હતો તેને અન્ય શખ્સોમાં પ્રશાંત ભરત ગોહેલ, ક્રિષ્ના પી. ગોહેલ, રફીક મોતીભાઇ દલ, મહેશ પ્રેમજીભાઇ મોતીવરસ, ભાવેશ હરીલાલ આગ્યા સહીતનાએ વર્ષ 2019 થી 2021 દરમ્યાન મચ્છીના માલ ના ખોટા બિલો બનાવી બેંક માં ખોટી પેઢીના ખાતા ઓ ખોલાવી આ શખ્સોએ મીલાપી પણુ કરી અલગ અલગ રેકર્ડ ઉપર હિસાબ કિતાબ માં નાણાકીય છેતરપિંડી આચરી હતી. જે તે સમયે કોરોના કાળ હોય જેથી તે સમય બાદ રેકર્ડ ની ચકાસણી કરેલ હોય જેમાં રૂૂા.07,13,13,025 અંકે રૂૂા.સાત કરોડ તેેર લાખ તેર હજાર પચીસ રૂૂપિયા પુરા ની છેતરપીડી કરેલ હોય વર્ષ 2019 થી 2021 સુધી માં આ છેતરપીડી થયેલ હોય ત્યારબાદ આ શખ્સો સાથે અનેક વખત સમાધાન ની વાતચીત ચાલતી હોય પરંતુ પાંચ વર્ષથી કોઈ પણ નાણા પરત નહીં આવતા આ શખ્સો સામે પોલીસમાં ગુનો નોધાવેલ છે.
આ ગુન્હાના આરોપી એ વેરાવળમાં અલગ અલગ બેંકમાં ખોટી પેઢી ના નામે ખાતા ઓ ખોલાવી નાણાની ઉચાપત કરેલ છે જેની તમામ વિગત નાં આધાર પુરાવા લેખિત ફરિયાદમાં રજૂ કરેલ છે અને એક સંપ કરીને ફરીયાદી નરેન્દ્રભાઈ લખમભાઈ ભેસલા ની ત્રણ કંપની માં છેતરપીંડી અને વિશ્વાસઘાત કરવા ઉપરાંત ઠગાઈ કરવાના હેતુથી બનાવટી દસ્તાવેજો, ખોટી પેઢીઓ અને આ બાબતે કિંમતી જામીનગીરી ઓ બનાવી અને તેનો ખરા તરીકે ઉપયોગ કરેલ છે.
વેરાવળ જીઆઈડીસી વિસ્તારમાં ત્રણેય કંપનીઓ માં હજારો કર્મચારીઓ, શ્રમિકો કામ કરતા હોય વિદેશમાં એક્સપોર્ટ કરતા હોય ત્યારે કંપનીમાં આટલી મોટી માતબર રકમની તેના મુખ્ય એકાઉન્ટન્ટ દ્વારા અન્ય શખ્સો સાથે મળી બે વર્ષ સુધી રકમની છેતરપિંડી કરેલ હોય તેની પાંચ વર્ષ બાદ ફરિયાદ નોધાવતા જીઆઈડીસી વિસ્તારમાં એક્સપોર્ટ રોમાં ભારે ખળભળાટ મચી છે.
