135 જેટલા વૈજ્ઞાનિકોની પરિષદમાં ભૂસ્તરીય ઊથલપાથલ અંગે રજૂ થયેલા તારણો
જૂનાગઢ-ભાવનગર-લાલપુરમાં આવતા ભૂકંપિય આંચકા ઓછા જોખમી, આવા આંચકાઓથી મોટા ભૂકંપની શકયતાઓ ઘટે છે
કચ્છમાં વર્ષ 2001માં આવેલા વિનાશક ભુકંપને ગત તા.26 જાન્યુઆરીના રોજ 25 વર્ષ પુર્ણ થયા છે ત્યારે ભુકંપ પુર્વે એલર્ટ આપતી પ્રણાલી, હિમાલયન વિસતારમાં ભુકંપીય હલચલ, સક્રીય ભુસ્તર રેખાઓ, ભુકંપના જોખમવાળા માઇક્રો ઝોનેશન જેવા વિષયો ઉપર સંશોધનપત્રો રજુ કરવા અને પ્રણાલીના વિકાસ અંગે ચર્ચા કરવા ગાંધીનગર ખાતે યોજાયેલી વિશ્ર્વના 135 જેટલા વૈજ્ઞાનિકોની પરિષદમાન એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે દર 150 થી 200 વર્ષે કચ્છમાં 2001 જેવો વિનાશક ભુકંપ આવી શકે છે.
23 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી ગાંધીનગરના ઈન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ઈંજછ) ખાતે ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ ’ઇન્ટ્રાપ્લેટ અને હિમાલયન સિસ્મોલોજી’ યોજાઈ હતી. છેલ્લાં 25 વર્ષ દરમિયાન ઈન્ટ્રાપ્લેટ અને હિમાલય રીજન અંગે નોંધપાત્ર સંશોધન થયું છે. આ ઉપરાંત વિશ્વકક્ષાએ સંશોધન ચાલી રહ્યાં છે, જેમાં 110 ભારતીય અને 25 વૈજ્ઞાનિક જોડાયેલા છે. તેઓ દ્વારા રજૂ કરાયેલાં રિસર્ચ પેપરમાં વિવિધ તારણો રજૂ કરવામાં આવ્યાં છે. સોલિડ અર્થ જિયોફિઝિક્સ અને અર્થક્વેક પ્રિકસર્સ (SEAP)ના ગ્રુપ હેડ. ડો. કે. મધુસૂદન રાવે સંશોધનને લઈ વિગતો જાહેર કરી હતી.
ત્રણ દિવસની પરિષદમાં નિષ્ણાતોએ રિસર્ચ પેપર રજૂ કર્યા 23થી 25 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં ISR અને ઇન્ડિયન સોસાયટી ઑફ અર્થક્વેક સાયન્સિસ (ISES) દ્વારા છેલ્લાં 25 વર્ષોમાં થયેલા વિકાસ તેમજ એડવાન્સિસ ઇન અર્થક્વેક સાયન્સની 9મી વાર્ષિક પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશવિદેશના વૈજ્ઞાનિકો દ્વારા ઈન્ટ્રાપ્લેટ અને હિમાલયન સિસ્મોલોજી અંગે રિસર્ચ પેપર રજૂ કર્યા હતા.સોલિડ અર્થ જિયોફિઝિક્સ અને અર્થક્વેક પ્રિકર્સર્સ (SEAP) ગ્રુપ હેડ ડો. કે. મધુસૂધન રાવએ મહત્ત્વપૂર્ણ માહિતી આપતાં જણાવ્યું કે ઇન્ટ્રાપ્લેટ અને હિમાલયન રીજન અંગે છેલ્લાં 25 વર્ષમાં નોંધપાત્ર સંશોધન થયું છે. વિશ્વકક્ષાએ ચાલતા આ સંશોધનમાં 110 ભારતીય અને 25 વિદેશી વૈજ્ઞાનિકોએ ભાગ લઈને પોતાના રિસર્ચ પેપર પ્રેઝન્ટ કર્યા હતા.
અભ્યાસમાં મુખ્યત્વે એ વાત સામે આવી કે ઇન્ટ્રાપ્લેટ રીજનમાં મોટા ભૂકંપ માઈક્રોપ્લેટની ગતિના કારણે થઈ શકે છે, જેમ કે 2001માં ભુજમાં આવ્યો હતો. યુએસએ સહિત અન્ય દેશોના ઇન્ટ્રાપ્લેટ રીજન સાથે ગુજરાતના કચ્છ વિસ્તારમાં શું સમાનતા છે એ અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી. કચ્છમાં 150-200 વર્ષમાં ફરી વિનાશક ભૂકંપ આવવાની શક્યતા. કચ્છ વિસ્તાર ઝોન-5માં આવેલો હોવાથી અહીં નિયમિત રીતે ભૂકંપીય પ્રવૃત્તિ જોવા મળે છે. ભૂતકાળમાં અહીં મોટા ભૂકંપ આવ્યા છે અને ભવિષ્યમાં પણ આવવાની સંભાવના નકારી શકાય નહીં. હજુ લાંબા સમય સુધી ચાલુ રહેવાની શક્યતા છે.
ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્રના લાલપુર, જૂનાગઢ અને ભાવનગર વિસ્તારોમાં હળવા ભૂકંપીય આંચકા વધારે અનુભવાય છે. આ ભૂકંપો સામાન્ય રીતે ઓછી ડેપ્થ (4થી 5 કિલોમીટર) પર થતાં હોવાથી નુકસાન ઓછું થાય છે. વરસાદી ઋતુ પછી આવી ઘટનાઓ વધારે જોવા મળે છે. સર્ફેસ સુધી એનર્જી પહોંચતાં અવાજ સાથે આંચકો અનુભવાય છે, જે મોટો ભૂકંપ હોવાનો ભ્રમ ઊભો કરે છે, પરંતુ હકીકતમાં એે નાનો ભૂકંપ હોય છે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આવા હળવા આંચકા સારા માનવામાં આવે છે, કારણ કે એ ભૂગર્ભીય એનર્જી ધીમે ધીમે રિલીઝ કરી દે છે, જેથી મોટા ભૂકંપની શક્યતા ઘટે છે.
પરિષદમાં રજૂ થયેલા અભ્યાસ મુજબ, કચ્છ વિસ્તારમાં મોટા ફોલ્ટ લાઈન્સ હોવાને કારણે 1890 અને 2001માં 7.5થી વધુ મેગ્નિટ્યુડના ભૂકંપ આવ્યા હતા. આવા મોટા ભૂકંપ સામાન્ય રીતે 150થી 200 વર્ષના અંતરે આવે છે. વચ્ચેના સમયમાં નાના ભૂકંપો અને આફ્ટરશોક્સ ચાલુ રહે છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આટલી તીવ્રતા ધરાવતા ભૂકંપની શક્યતા ઓછી હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું.
