આઠમી ફેબ્રુ.એ જૂથો અજિતના નેતૃત્વમાં એક થઇ જવાના હતા તે શરદ પવારના નેતૃત્વમાં થશે
તો શરદ પવાર જૂથ મહાવિકાસ અઘાડીથી છૂટીને મહાયુતિ સરકારમાં પાછલે બારણેથી પ્રવેશ કરશે
મહારાષ્ટ્રના રાજકારણમાં હવે આકાર લેશે નવા સમીકરણો
મહારાષ્ટ્રના રાજકારણમાં અજીત પવારના નિધનથી મોટો રાજકીય ભૂકંપ આવી ગયો છે કારણ કે તેઓ મહારાષ્ટ્રના રાજકારણના દાદા કહેવાતા હતા. કાકાને હાંસિયામાં ધકેલીને મહાયુતિ સાથે એનસીપીને ભેળવી દેવાનું પગલું નોંધપાત્ર હતું. જેણે રાજકારણમાં ખળભળાટ મચાવી નાખ્યો હતો. હવે એક એવા ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે કે જાણીને મહારાષ્ટ્રના રાજકારણમાં તમામ સમીકરણો બદલાઇ જવાના છે.
શરદ પવારની એનસીપીના બે ફાડિયા થયા અને પછી એક જૂથ અજીત પવાર જૂથ તરીકે ઓળખાવવા લાગ્યું અને બીજુ જૂથ શરદ પવાર જૂથ. જો કે ખરી એનસીપી અજીત પવારની કહેવાતી હતી કારણ કે ઘડિયાળનું ચિન્હ તેમની પાસે હતું. પરંતુ આ બધા વચ્ચે 8 ફેબ્રુઆરીએ એક ઘટનાક્રમ ઘટવાનો હતો. ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (ગઈઙ)ના બંને જૂથ 8 ફેબ્રુઆરીએ સત્તાવાર રીતે એક થવાની જાહેરાત કરવાના હતા. એટલે કે શરદ પવારની એનસીપી અને અજીત પવારની એનસીપી એક થઈ જવાની હતી. પરંતુ હવે અજીત પવારના નિધનથી પ્રશ્ન એ ઊભો થયો છે કે હવે આગળ શું થશે? કારણ કે જિલ્લા પરિષદ ચૂંટણીઓના પરિણામ બાદ સત્તાવાર રીતે ખાલી જાહેરાત થવાની બાકી હતી.
એનસીપીના નેતાઓનું એવું કહેવું છે કે અજીત પવારના નિધનથી ભલે હાલ ટાઈમલાઈન ખોરવાઈ હોય પરંતુ રાજકીય પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ બુધવારે મોડી રાતે અજીત પવારને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચેલા વરિષ્ઠ નેતાઓ વચ્ચે એક મહત્વની બેઠક થઈ હતી. આ બેઠકમાં સમગ્ર રાજકીય સ્થિતિ પર ચર્ચા થઈ હતી.
જો આ વાસ્તવિક સ્થિતિમાં પરિણમે તો શું ખરેખર શરદ પવાર જૂથ મહાયુતિ સરકારમાં જોડાશે? સૂત્રો મુજબ બંને જૂથનું ભેગા થવું એ શરદ પવારના નેતૃત્વવાળા એનસીપી જૂથનું સરકારમાં સામેલ થવાની દિશામાં એક મોટું પગલું ગણાઈ રહ્યું હતું. હાલ સ્થિતિ એવી છે કે અજીત પવારના નેતૃત્વવાળું એનસીપી જૂથ સત્તાધારી મહાયુતિનો ભાગ છે. જ્યારે એનસીપી, કોંગ્રેસ અને શિવસેના (ઞઇઝ) મહાવિકાસ આઘાડી ગઠબંધનમાં છે.
રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે મર્જરની વાત ફાઈનલ સ્ટેજ પર હતી. સૂત્રો મુજબ આ વાતચીત ઉચ્ચ સ્તર સુધી પહોંચી હતી. જ્યાં સંભવિત કેબિનેટ ફેરબદલ અને નવા ચહેરાને સામેલ કરવા ઉપર પણ અનૌપચારિક વાતચીત શરૂૂ થઈ હતી. બે જૂથોને ભેગા કરવામાં અજીત પવાર મુખ્ય કડી ગણાતા હતા. તેમણે જ વાતચીતના રસ્તા ખોલ્યા હતા અને વાતચીતનું નેતૃત્વ કર્યું હતું.
નોંધનીય છે કે રેલીઓમાં પણ એનસીપી નેતા અજીત પવારે બંને જૂથ એક થાય તેવા સંકેત આપ્યા હતા. મર્જર પર સવાલ ઉઠવનારાઓને આડેહાથ લેતા કહ્યું હતું કે જો અમે એક સાથે આવી જઈએ તો કેટલાક લોકોને શું વાંધો છે?
આગે આગે દેખા જાયેગા….!
જ્યારે વિલીનીકરણની તૈયારીઓ પૂરજોશમાં હતી, ત્યારે ડેપ્યુટી સીએમ અજિત પવારના નિધનના સમાચાર આવ્યા. આ ઘટનાએ માત્ર પવાર પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર મહારાષ્ટ્રના રાજકારણને સ્તબ્ધ કરી દીધું. જયંત પાટીલે આને ’મોટું નુકસાન’ ગણાવતા કહ્યું કે, અજિત પવાર પોતે આ વિલીનીકરણ માટે ખૂબ જ સકારાત્મક હતા. આ વિલીનીકરણ માત્ર બે પક્ષોનું મિલન નહોતું, પરંતુ સત્તાના નવા સમીકરણોની શરૂઆત હતી. સરકારમાં ભાગીદારી માટે શરદ પવારનું જૂથ (જે હાલમાં મહા વિકાસ આઘાડીમાં છે) તે સત્તાધારી ’મહાયુતિ’ સરકારમાં સામેલ થવાનું હતું. રિપોર્ટ્સ મુજબ, નવા નેતાઓને કેબિનેટમાં સમાવવા માટે અનૌપચારિક રીતે મંત્રીપદની વહેંચણી પર પણ ચર્ચાઓ થઈ ગઈ હતી. પુણે સ્થાનિક સંસ્થાની ચૂંટણીઓમાં બંને જૂથો સાથે જોવા મળ્યા હતા, જે આ મોટા પ્લાનનું ટ્રેલર હતું. ભલે અજિત પવાર આજે આપણી વચ્ચે નથી, પરંતુ NCP ના નેતાઓનું માનવું છે કે તેમણે શરૂ કરેલી ’રાજકીય પ્રક્રિયા’ અટકશે નહીં. શશિકાંત શિંદેએ પુષ્ટિ કરી છે કે પક્ષ હવે તે દિશામાં પ્રગતિ કરશે જે દિશા અજિત દાદાએ બતાવી હતી.
