ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢના પ્રવાસે હતા અને સાંજે રાત્રી રોકાણ સાસણ ગીરમાં કર્યુ હતું. રાત્રે સમય કાઢીને મુખ્યમંત્રી સિંહ સદનની બહાર સ્થાનિક બજારમાં વેપારીઓ અને પ્રવાસીઓને મળ્યા હતા. તેમણે સ્થાનિકો સાથે બાકડે બેસીને ગરમા-ગરમ ચાની ચુસ્કીનો આનંદ લીધો હતો સાથે જ પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યુ હતું કે, શાંતિથી બેસીને ચાની ચુસ્કી ભર્યુ અને નિરાંતે વાતચીત કરીયે તેની મજા કઇક અલગ છે. આજે સવારે મુખ્યમંત્રીએ દેવળીયા પાર્કમાં સોરઠના સાવજ નીહાળ્યા હતા બાદમાં દ્વારકા ખાતે દ્વારકાઘીશના ચરણોમાં માથુ ટેકવી અન્ય એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી ત્યા નેપાળીબાબાના આર્શીવાદ મેળવ્યા હતા.
સંત-શૂરા-સાવજની કાઠિયાવાડી ધરતી પર મહેમાન થતા ‘દાદા’
ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢના પ્રવાસે હતા અને સાંજે રાત્રી રોકાણ સાસણ ગીરમાં કર્યુ હતું. રાત્રે સમય કાઢીને મુખ્યમંત્રી સિંહ સદનની બહાર સ્થાનિક બજારમાં વેપારીઓ…
