રાજકોટ ગ્રામ્ય એસઓજીનો બાતમીના આધારે દરોડો,65 હજારનો મુદ્દામાલ કબજે
રાજકોટના ઔધોગિક વિસ્તાર મેટોડામાં એસ.ઓ.જીની ટીમે 40 હજારના ગાંજા સાથે રાજકોટના એક સહીત બે શખ્સોની ધરપકડ કરી 65 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મેટોડા જેવા ઔદ્યોગિક વિસ્તાર માંથી ગેરકાયદેસર વેચતા માદક-પદાર્થ સામે એસઓજીએ લાલ આંખ કરી ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી લીધા હતા.
રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ અને જીલ્લા પોલીસ વડા વિજય સિંહ ગુર્જર દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો કાર્યવાહી તેમજ જીલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરતા ઇસમો ઉપર વોચ રાખવા અને કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ. જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પી.આઈ એફ.એ.પારગી તથા પી.એસ.આઈ પી.બી.મિશ્રા સહિતનો એસ.ઓ.જીનો સ્ટાફ મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ હકિકત આધારે રાજકોટના પુનીતના ટાંકા પાસે રહેતા મૂળ બિહારના પંકજ અશોકભાઇ યાદવ અને મેટોડા અંજલીપાર્ક, શેરી નં.3, રાધેશ્યામ બિલ્ડીગમાં બ્લોક નં.10 મુળ ગામ બારબરી થાના ટીઠુ જી.નલબરી (આસામ)ના અબીનાશદાસ જોનદાસની ધરપકડ કરી તેની પાસેથી રૂૂ.40 હજારનો 800 ગ્રામ ગાંજો અને જીજે-03-ઇજ-1532 નંબરનું મોટરસાયકલ સહીત રૂૂ.65 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
એસ.ઓ.જી. શાખાના પી.આઈ એફ.એ. પારગી, પીએસઆઈ કે.એમ. ચાવડા, પીએસઆઈ પી.બી. મિશ્રા તથા એ.એસ.આઇ. પરબતભાઇ શામળા, ફિરોઝભાઇ બ્લોચ, વિજયભાઇ વેગડ, ક્રિપાલસિંહ જાડેજા,મયુરભાઇ વિરડા, નૈમીષભાઇ મહેતા, વિજયગીરી ગોસ્વામી, વિપુલભાઇ ગોહિલ,કલ્પેશભાઇ કોઠીવાર, નવદિપભાઇ બાબરીયા, રઘુભાઇ ત્રકટાએ કામગીરી કરી હતી.
